6.41 લાખની વસુલાત કરી, 10 મિલકતોને ટાંચમાં લીધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ઘણાં લાંબા સમયથી બાકી હાઉસ ટેક્ષની રકમની ભરપાઈ ન કરતા મહાનગસ્પાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આમાં 1.77 લાખના વેરો બાકી હોય 3 મિલકતોને સીલ મારી દેવાયા છે. જ્યારે 6.41 લાખની વસુલાત કરવા સાથે 10 મિલકતોને ટાંચમાં લેવાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ટેક્ષ કલ્પેશ ટોલીયાએ જણાવ્યું હતું કે, હાઉસ ટેક્ષની ભરપાઈ ન કરે તેવા આસામીઓની મિલકતોને સીલ મારવા કમિશનર ડો. ઓમ પ્રકાશે સૂચના આપી હતી. જેને પગલે હાઉસ ટેક્ષ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. હતી. દરમિયાન હેઠાળ ફળીયામાં આવેલ પીડબલ્યુ ભાડૂત યુસુફ મલેક પાસે 1,00,528નો, નસીમ મંઝીલની સામે આવેલ કમાલશા ગુલજારશા પીરની જગ્યાના ભાડુત રોમા ઈલેકટ્રીકનો 38, 601 અને અરજણભાઈ બ્રધર્સનો 38,257 નો મળી કુલ 1,77,386નો હાઉસ ટેક્ષ લાંબા સમયથી બાકી હતો. જેથી કમિશનર ડો. ઓમનનપ્રકાશની સૂચના અને નાયબ કમિશનર ડી.જે. જાડેજાના માર્ગદર્શનમાં આસિસ્ટન્ટ કમિશન ટેક્ષ કલ્પેશ ટોલીયા, હાઉસ છે. સુપ્રિટેન્ડેન્ટ વિરલ જાપા દ્વારા ત્રણેય આસામીઓની મિકલતોને સીલ મારી દેવાયું છે. જ્યારે 6.41 લાખના ટેક્ષની વસુલાત કરાઈ છે. જ્યારે 10 આસામીઓ એવા હતા કે જેની પાસે રહેવા માટની અન્ય વ્યવસ્થા ન હોય માનવતા ધોરણે રહેવા દેવાયા છે, જગ્યા ખાલી નથી કરાવાઈ.