છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ કર્યો છે. રાજકોટ શહેરના 100થી વધુ કમર્કચારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. ેજમાં 72 જેટલા ડ્રાઈવર તથા 35થી વધુ પોલીસ કર્મચારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ઉપરાંત એસઓજી, ક્રાઈમ બ્રાંચ અને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના બદલીના હુકમ કરાયા છે. આ બદલીના હુકમ સાથે પોલીસ સ્ટેશનમાં પણ મોટા પાયે ફેરફારો થશે. શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા વખતથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલીના હુકમો પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા કરવામાં આવ્યા છે. પોલીસ સ્ટેશન ઉપરાંત અલગ અલગ બ્રાંચમાં ફરજ બજાવતા 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલીના હુકમ કરવામાં આવતા શહેર પોલીસ બેડામાં મોટા પાયે ફેરફારો જોવા મળ્યા છે.