ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે દરેક પક્ષો એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યાં છે. ત્યારે સુરતથી CR પાટીલનું પણ ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.
હવે થોડા દિવસોમાં ચૂંટણી આવશે, યુદ્ધની તૈયારી થઈ ગઈ છે: CR પાટીલ
- Advertisement -
આજે સુરતમાં CR પાટીલે કોંગ્રેસ અને AAP પાર્ટી પર નિશાન સાધતા ચોંકાવનારું નિવેદન આપ્યું છે. CR પાટીલે ચૂંટણીલક્ષી નિવેદન આપતા જણાવ્યું કે, ‘હવે થોડા દિવસોમાં ચૂંટણી આવવાની છે. ત્યારે દરેક સીટ 50 હજારથી વધુ મતોથી જીતવાનું લક્ષ્યાંક નક્કી છે. યુદ્ધની તૈયારી થઈ ગઈ છે, શસ્ત્રો સજાવાઈ ગયા છે, મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી.’
નસીબ સારું છે કે મહામારી વખતે મોદીજી પ્રધાનમંત્રી હતા: CR પાટીલ
વધુમાં કહ્યું કે, ‘ગુજરાત દેશ દુનિયાનું મોડલ છે. નસીબ સારું કે મહામારી વખતે મોદીજી પ્રધાનમંત્રી હતા. પૂર્વ PM મનમોહનસિંહ વખતે કોરોના હોત તો શું સ્થિતિ થઈ હોત? PMએ રેવડી નથી આપી, ફ્રીમાં વેક્સિન આપીને લોકોના જીવ બચાવ્યા છે.’
- Advertisement -
AAPએ ગુજરાત વિરોધીઓને ટિકિટ આપી: CR પાટીલ
એ સિવાય CR પાટીલે કહ્યું કે, ‘અર્બન નક્સલાઈઝ લોકોને ઓળખી જવાની જરૂર છે. ગુજરાત વિરોધીઓને AAPએ ટિકિટ આપી છે. મેઘા પાટકરના આંદોલનના કારણે 15 વર્ષ નર્મદા યોજના મોડી થઈ.’
રેવડીવાળા વચન આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક સવાલ: CR પાટીલ
રેવડીના વાયદાને લઇ સી.આર પાટીલે કહ્યું કે, ‘મારે પૂછવું છે તમને કે શું ગુજરાતની પ્રગતિ ગમતી નથી? રેવડીવાળા વચન આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક સવાલ છે. મહિલાઓને 1 હજાર રૂપિયા આપો ત્યારે વર્ષે 36 હજાર કરોડ થાય. બધી રેવડીનો ખર્ચ 41 હજાર 607 હજાર કરોડ જેટલો થાય છે. 2.18 કરોડ લાખનું બજેટ તો રેવડીમાં જ પુરૂ થઈ જાય.’