ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ વિધાનસભા ચૂંટણી સુલેહ શાંતિ પૂર્ણ રીતે યોજાઇ તે માટે પોલીસ અધિક્ષક રવિ તેજા વાશમ શેટ્ટીની સુચનાથી જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અને બદીને દૂર કરવા સુચના આપતા જૂનાગઢ શહેર અને જિલ્લાના 18 પોલીસ મથક દ્વારા પ્રોહીબીશનની કામગીરી કરવામાં આવે છે. છેલ્લા ચાર દિવસમાં નશાની હાલતમાં અને ગેરકાયદેસર દારૂનો વેપાર કરનાર સામે લાલ આંખ કરી છે. ત્યારે ચાર દિવસમાં 100થી વધુ ઇસમો સામે પ્રોહીબીશનના કાયદા અંતર્ગત ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે દારૂ પીનારા અને દારૂનો વેપાર કરનાર સામે લાલ આંખ કરીને કાયદાકીય રીતે પગલા ભરવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામાં ચાર દિવસમાં 100 લોકો સામે પ્રોહિની કામગીરી
