દિલ્હી પોલીસે જણાવ્યું કે છેલ્લાં 38 દિવસોથી પહેલવાનો ધરણાં પર છે અમે તેમને દરેક રીતે કોપરેટ કર્યું છે. હવે પહેલવાનોનું વર્તન જોઈ તેમને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નહીં આપવામાં આવે.
દિલ્હી પોલીસે પહેલવાનોની સામે બારાખંબા સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. FIR કોનસ્ટેમ્બલ માધવની છે. FIR અનુસાર પહેલવાનોએ પોલીસકર્મીઓની સાથે મારપીટ અને ધક્કામુક્કી કરી છે. જેમાં કોન્સ્ટેબલ માધવ ઘાયલ થયાં અને તે લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં ભરતી છે.FIR અનુસાર અનુમતિ ન આપ્યા છતાં પહેલવાન 2 બેરિકેડ તોડીને 3 બેરિકેડની પાસે પહોંચ્યાં હતાં જ્યાં તેમને રોકવામાં આવ્યાં. FIRમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક સહિત 12 આરોપીઓનાં નામ શામેલ છે.
- Advertisement -
#WATCH | "We provided all possible facilities to the wrestlers protesting at Jantar Mantar for the past 38 days. But yesterday they violated the law despite all requests made to them…They were detained and released by the evening," says Suman Nalwa, Deputy Commissioner of… https://t.co/pBIXisKB4e pic.twitter.com/kTsaZk1X11
— ANI (@ANI) May 29, 2023
- Advertisement -
તેઓએ આદેશનું પાલન કર્યું નહીં- FIR
FIR અનુસાર દેશની સર્વોચ્ચ બંધારણીય સંસ્થા સંસદ ભવનનું ઉદ્ગાટન હતું જે એક રાષ્ટ્રીય સુરક્ષા અને સમ્માનની વાત છે. તેની સુરક્ષા અને સમ્માની સાથે કોઈપણ પ્રકારની બાંધછોળ ન રાખી શકાય. તેમા કોઈપણ પ્રકારનું વિઘ્ન ઊભું કરવું એ રાષ્ટ્રની પ્રતિષ્ઠાને નુક્સાન પહોંચાડવા સમાન છે. આ અંગે તેમને પહેલા જ સૂચિત કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ માન્યા નહીં.
#WATCH | "If the wrestlers give an application for sit-in protest again in future, they will be permitted for the same at a suitable place other than Jantar Mantar," says Suman Nalwa, Deputy Commissioner of Police, Delhi pic.twitter.com/I7U5DMMT8V
— ANI (@ANI) May 29, 2023
‘જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નહીં આપીએ’
દિલ્હી પોલીસ પ્રવક્તા સુમન નાલવાએ જણાવ્યું કે’છેલ્લાં 38 દિવસોથી પહેલવાનો ધરણાં પ્રદર્શન કરી રહ્યાં છે અને અમે તેમને કોપરેટ કર્યું છે. તેમનું કેન્ડલ માર્ચ નિકળ્યું તેની પરમીશન આપી. કાલે તેમને ખબર હતી કે નવા સંસદ ભવનનું ઉદ્ગાટન થવાનું છે. આખી ફોર્સ સુરક્ષામાં તૈનાત હતી. અમે તેમને ત્યાં જવાની પરવાનગી નહોતી આપી તેમ છતાં તેઓ ત્યાં ગયાં અને 2 બેરિકેડ તોડ્યાં. આટલા મોટા ખેલાડી હોવા છતાં પોલીસનાં ઓર્ડરનું પાલન ન કર્યું. અમારી મહિલા પોલીસકર્મીઓની સાથે ધક્કામુક્કી કરી, ડ્રામા ક્રિએટ કર્યું. પહેલવાનોનું આવું વર્તન જોઈને અને તેમને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી નહીં આપીએ. ક્યાંક બીજે પ્રોટેસ્ટ કરવું હોય તો અમે વિચારી શકીએ છીએ.’