400 પેટી દારૂના કેસમાં બે મહીનાથી ફરાર પાંચ આરોપીઓ પણ પકડ્યા
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહીબિશન ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં ઉના વિસ્તારમાં રાત્રી દરમિયાન 13 કેસ કરવામાં આવ્યા છે. આ કોમ્બિંગ ડ્રાઇવમાં ઉના, નવાબંદર અને ગીર ગઢડા પોલીસ સ્ટાફ તેમજ જિલ્લા એલસીબી અને જઘૠએ સાથે કામ કર્યું. કોમ્બિંગ ડ્રાઇવ કરી પ્રોહીબિશનના કુલ 16 કેસો કરી કુલ -13 આરોપીઓને રૂ. 37045 ના દારૂ મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. આ સિવાય ઉનાના 400 પેટી દારૂના રૂ.21 લાખના પ્રોહીબિશનના કેસમાં બે મહીનાથી ફરાર પાંચ આરોપીઓને પણ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે પ્રોહીબિશનની ડ્રાઇવ રાખેલ રેઇડ કરી હતી.
- Advertisement -
આ અંગે એલ.સી.બી.,એસ.ઓ.જી.ઊના, ગીર ગઢડા તથા નવાબંદર મરીન દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં પીઆઈ 2, પી એસ આઈ 9 તથા પોલીસ સ્ટાફ સહીત કુલ 100 ની ટીમ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રીના કોમ્બિંગ દરમ્યાન 400 પેટી દારૂના કેસમાં નાસતા કરતા કુલ 5 આરોપીઓ તથા દારૂના કેસ (સફળ રેઇડ) 16 તથા નીલ રેઇડ 28 કરી કુલ 33045 ના દારૂ મુદામાલ સાથે કુલ 13 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. દારૂના કેસ 16 જેમાં દેશી અને વિદેશી દારૂની બોટલો, તાડી, બાઈક સહિત કુલ કી.રૂ. 64,570 મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.