ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર નશાકારક ચીજ વસ્તુનું વેંચાણ કરનાર સામે એસપી હર્ષદ મેહતા દ્વારા સૂચના અપાતા જૂનાગઢ એસઓજી પીએસઆઇ એ.એસ.સોલંકી અને પોલીસ સ્ટાફ વાડલાફાટક પાસે ચેકીંગમાં હતા ત્યારે રજવાડી હોટલ માંથી ગેરકાયદેસર પ્રતિબંધિત સિગરેટ તેમજ અલગ અલગ ફ્લેવરના હુક્કા એસેસરીઝ અને કાચના હુક્કા ઝડપી પાડયા.
- Advertisement -
પોલીસ માંથી મળતી વિગત મુજબ એસઓજી પોલીસ દ્વારા વાડલા ફાટક પાસે આવેલ રજવાડી હોટલ પર ચેકીંગ હાથધર્યું હતું ત્યારે ચેકીંગ દરમિયાન રજવાડી હોટલ માંથી પ્રતિબંધિત સિગારેટ જેના પર કોઇ જગ્યાએ સહેલાઇથી દેખાય શકે તે રીતેની ચેતવણીની છાપ જેવી કે, સ્કલ ક્રોસબોન, વર્ડ વોર્નીંગ કે કેન્સરની બિમારી દર્શાવતી કોઇ છાપ કે છબી છાપેલ ન હોય, તેમજ અંગ્રેજી કે ભારતીય ભાષામાં ચેતવણી દર્શાવેલ ન હોય તેવા ગેર કાયદેસર સિગારેટના પેકેટ નંગ-134 તથા પ્લાસ્ટીકની બરણીઓ તથા અલગ-અલગ હુકકા ફલેવર એસેસરીજ તથા તેનો સર સામાન તથા કાચના હુક્કા નંગ-5 મળી કુલ રૂ. 20,800નો આધાર પુરાવા વગરનો મુદામાલ ગેરકાયદેસર ઝડપી પાડી હોટલ સંચાલક યુસુફભાઈ હુશેનભાઈ કચરા ઘાંચીને ઝડપી તેની સામે વંથલી પોલીસમાં ગુનો દાખલ કરીને ધોરણસર કાર્યવાહી કરી હતી.