સોરઠ પંથકમાં બંધારણના ઘડવૈયા ડૉ.આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ સહીત સોરઠ ભરમાં બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતી નિમિતે તમામ પક્ષ અને સામાજિક સંસ્થાઓ તેમજ કલેકટર અને કમિશનર સહીતના અધિકારીઓએ શહેરમાં આવેલ ડો.આંબેડકરજીની પ્રતિમાંને ફુલહાર કરી બાબાસાહેબને યાદ કરી જય ભીમના નારા સાથે ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
- Advertisement -
જૂનાગઢ મનપા દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગ રૂપે કાળવા ચોક ખાતે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, કલેકટર અનિલ રાણાવસીયા, ડે.મેયર આકાશભાઇ કટારા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, દંડક કલ્પેશભાઈ અજવાણી તથા ઉપસ્થિત પદાધિકારીઓનાં વરદ હસ્તે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનો તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો તથા આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને સભ્ય સહિતના આગેવાનોએ આંબેડકર જયંતી નિમિત્તે ડો. બાબાસાહેબને અંજલિ આપી પ્રતિમાને ફૂલહાર કર્યા હતા અને મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા વિવિધ સેવા કાર્યો થકી ડોક્ટર બાબાસાહેબને યાદ કરવામાં આવ્યા હતા આજ રોજ ડો.આંબેડકર જન્મ જયંતિ પ્રસંગે શહેરમાં બાઈક રેલી સાથે પ્રતિમાને પુષ્પહાર અને ભજન સંધ્યા, ફૂટ વિતરણ, સંવિધાન પ્રસ્તાવનું વાંચન સહીત અનેક કાર્યક્રમોનું આયોજન થકી ડો.બાબાસાહેબની 134મી જન્મ જયંતિ ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.