જિલ્લાના દરેક તાલુકા મથકે મોટાભાગના સ્ટોલ ગેરકાયદે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા દિવાળી નિમિતે ફટાકડાના સ્ટોલ ધારકો અને ફટાકડા ફોડવા પર સમયની પાબંધી સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર ધમધમતી ફટાકડાની ગેરકાયદેસર સ્ટોલ જિલ્લા મેજિસ્ટ્રેટ જાહેરનામાના ઉલંઘન થતું હોવાનું નજરે પડે છે.
- Advertisement -
સુરેન્દ્રનગર શહેરમાં લગભગ દરેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર ઠેર ઠેર ફટાકડાના સ્ટોલ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે જેમાં ફાયર સેફ્ટી સહિતની સુવિધા નજરે પડતી નથી ત્યારે માત્ર સુરેન્દ્રનગર શહેર જ નહિ પરંતુ જિલ્લાના તમામ તાલુકા મથકોમાં પણ આ પ્રકારની સ્થિતિ છે તાલુકા મથકોના શહેરોમાં પણ બજારના ગીચ વિસ્તારોમાં ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ ખોલી બેઠેલા ધારકો કોઈપણ પ્રકારની સુવિધા કે સેફ્ટીનો ઉપયોગ કરતા નથી જ્યારે કોઈ સામાન્ય આજનો બનાવ પણ મોટી દુર્ઘટના સર્જે તેવા એંધાણ સ્પષ્ટ નજરે પડે છે પરંતુ આ તરફ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા લાયસન્સ ધારકો સિવાય ફટાકડાના સ્ટોલ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતો જાહેરનામું પ્રસુધશ કર્યું છે જે હાલ માત્ર કાગળ પર હોવાનું માલુમ પડે છે.



