રાજકીય પક્ષોના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં પ્રક્રિયા કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.02
- Advertisement -
જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળની 7 વિધાનસભા બેઠક ઉપરાંત માણાવદર પેટા ચૂંટણી માટે ઈવીએમ કમિશનિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવે છે. પારદર્શક ચૂંટણી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ ભાગ એવા ઇવીએમ કમિશનિંગની કામગીરી ચૂંટણી પંચના ઓથોરાઇઝડ ઇજનેર દ્વારા કરવામાં આવે છે.
ઇવીએમ કમિશનિંગ ને સરળ ભાષામાં જાણીએ તો, મતદાન કરવા માટે ઈવીએમ-વીવીપેટને સુસજ્જ કરવા.એટલે કે મતદાનના ગણતરીના દિવસો પૂર્વે ઈવીએમમાં કોઈ ટેકનીકલ ક્ષતિઓ છે નહીં તે તપાસવી. જો આવી કોઈ ક્ષતિઓ સામે આવે તો દૂર કરવી અથવા તે ઇવીએમનો ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવું ઉપરાંત ઈવીએમ મશીનમાં બેલેટ પેપર સેટ કરવામાં આવે છે. જેમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં રેંડેમાઈઝેશન થયા બાદ વિધાનસભા મતવિસ્તાર વાર ઈવીએમની ફાળવણી કરવામાં આવે છે. ત્યારબાદ આ દરેક વિધાનસભા મતવિસ્તારના સ્ટ્રોંગ રૂમમાં આ ઈવીએમ રાખવામાં આવે છે અને ત્યાં જ આ ઈવીએમ કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ સમગ્ર કામગીરી મદદનીશ ચૂંટણી અધિકારીની દેખરેખ અને વિડીયોગ્રાફી હેઠળ કરવામાં આવે છે.
જેથી ચૂંટણી પ્રક્રિયાની પારદર્શકતા જળવાઈ રહે.તે માટે ઈવીએમ-વીવીપેટ મતદાન માટે સુસજ્જ કરાયા બાદ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં દરેક એવીએમમાં મોકપોલ યોજવામાં આવે છે. એટલે કે, પ્રત્યેક ઈવીએમ-વીવીપેટમાં વોટ નાખી ચેક કરવામાં આવે છે કે, જે કેન્ડીડેટને વોટ આપ્યો છે તેને જ વોટ મળ્યો છે. ઉપરાંત કુલ ઇવીએમના 5 ટકા ઇવીએમમાં 1000 મતો નાખવામાં આવે છે. આમ, જે ઉમેદવારોને મત અપાયા છે તેમને જ મત મળે છે. તેની ખાતરી કરાય છે.ઉલ્લેખનીય છે કે, ચૂંટણી માટે જરૂરિયાતની સામે 25 ટકા વધુ 125 ટકા ઈવીએમ અને તેવી જ રીતે 135 ટકા વીવીપેટ તૈયાર રાખવામાં આવે છે. જેથી કોઈ ટેકનીકલ ક્ષતિઓ સામે આવે તો આ રિઝર્વમાં રહેલા ઈવીએમ-વીવીપેટનો ઉપયોગ કરી શકાય.