બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામના દર્શન કર્યાં હતા.
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા પણ ભગવાન રામના રંગમાં રંગાઈ છે. મહિનાઓ બાદ ભારત પરત ફર્યા બાદ પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ સાથે અયોધ્યા પહોંચી છે. ત્યાં તેમણે પરિવાર સાથે રામલલ્લાના દર્શન કર્યાં હતા. 2024માં પહેલી વખત પ્રિયંકા ભારત આવી છે. થોડા દિવસ પહેલા જ તેનો પતિ નિક જોનાસ પણ મુંબઈ પહોંચ્યો હતો. હવે આ ગ્લોબલ સ્ટાર પોતાના પરિવાર સાથે રામલલાના દરબારમાં પહોંચી છે.
- Advertisement -
Actor Priyanka Chopra Jonas, husband and singer Nick Jonas and their daughter Maltie Marie Jonas offered prayers at Ram Janmabhoomi Temple in Ayodhya, Uttar Pradesh.
(Source: Temple priest Pradeep Das) pic.twitter.com/WdWmcrXkwg
— ANI (@ANI) March 20, 2024
- Advertisement -
માલતી અને નિક જોનાસે પણ કર્યાં દર્શન
પ્રિયંકા પોતાની પુત્રી માલતીને પણ દર્શન માટે લાવી હતી. પ્રિયંકાના આગમનના સમાચાર ફેલાતાં જ લોકો પણ ટોળે વળ્યાં હતા અને તેની એક ઝલક પામવા અધીરા બન્યાં હતા.
#PriyankaChopra @nickjonas couple arrives in Ayodhya with their cute baby for Ramlala Darshan. pic.twitter.com/krHvpAslCR
— Vikas Kaushik🏵️🏵️ (@vikas_kaushik20) March 20, 2024
19 માર્ચે પરિવાર સાથે ભારત આવી
19 માર્ચે પ્રિયંકા ચોપરા એમેઝોન પ્રાઈમ વીડિયો ઈવેન્ટમાં પહોંચી હતી. અહીં એણે પોતાના પ્રોડક્શન બેનર પર્પલ પેબલ પિક્ચર્સ હેઠળ બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ વુમન ઑફ માય બિલિયનની જાહેરાત કરી હતી. આ બધા બાદ હવે પ્રિયંકા ચોપરા રામલલાના દર્શને પહોંચી હતી સાથે પતિ અને પુત્રી પણ હતા. અભિનેત્રી અને તેના પરિવારના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.