હાલ જ પ્રિયંકા ચોપડા યુક્રેનના થોડા રેફ્યુજી સાથે મુલાકાત કરીને આવી અને તેની તસવીરો સોશ્યલ મીડીયા પર શેર કરી હતી
બૉલીવુડથી લઈને હોલીવુડ સુધી ઓળખાણ બનાવવાવાળી પ્રિયંકા ચોપડાને કોણ નથી ઓળખતું. પ્રિયંકા સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે ઘણી તસવીરો અવારનવાર શેર પણ કરતી રહે છે. જે ખૂબ વાયરલ થતી રહે છે. આ વખતે પ્રિયંકાએ કઇંક એવું શેર કર્યું છે જે જોઈને દરેક લોકોની આંખમાં આંસુ આવી ગયા છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
View this post on Instagram
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ હજુ પણ ચાલે છે અને તેને કારણે બંને દેશોને ઘણું નુકશાન પણ પંહોચ્યું છે. રશિયાથી દરેક વાતમાં કમજોર યુક્રેન નમતું મૂકવાવાળ દેશ માંથી નથી. પણ તેને કારણે યુક્રેનમાં રહેતા લોકોએ ઘર છોડીને બીજી જગ્યા પર રહેવા જવા પર મજબૂર થયા છે. હાલ જ પ્રિયંકા ચોપડા યુક્રેનના થોડા રેફ્યુજી સાથે મુલાકાત કરીને આવી અને તેની તસવીરો સોશ્યલ મીડીયા પર શેર કરી હતી જેને જોઈને બધા લોકો ભાવુક થઈ ગયા છે. પ્રિયંકાએ હાલમાં જ એક વિડીયો શેર કર્યો હતો જેમાં પૉલેન્ડમાં રેફ્યુજી બનીને આવેલ યુક્રેનિની મુલાકાત પ્રિયંકાએ કરી હતી.
જો કે પ્રિયંકા ચોપડા યુનિસેફ ગુડવિલની એમ્બેસેડર છે. રશિયાના આક્રમણથી બચીને યુક્રેનથી ભાગેલ લોકો હાલ પૉલેન્ડમાં રેફ્યુજી બનીને રહે છે. યુનિસેફ તરફથી પ્રિયંકા ચોપડાએ યુક્રેનિ બાળકો અને મહિલાઓ સાથે વાત કરી જેનો વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકા ત્યાં નાના બાળકો સાથે રમી, ડ્રોઈંગ અને પેંટિંગ કરી રહી છે એ વિડીયોમાં જોઈ શકાય છે.
એ પછી બાળકોએ પણ પ્રિયંકા ચોપડાને રિટર્ન ગિફ્ટમાં એક ઢીંગલી આપી હતી. પ્રિયંકાએ ત્યાં રહેતી મહિલાઑ સાથે વાત કરી અને તેમના પરિવારની સ્થિતિ વિશે સાંભળીને ભાવુક થઈ ગઈ હતી. પ્રિયંકાએ આ વિડીયો તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘ આ યુધ્ધના અદ્રશ્ય ઘા છે જે સામાન્ય રીતે સમાચારમાં નથી જોવા મળતા.’