હાઈકોર્ટ ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત નથી થઈ જતો અને તેની પ્રાઇવેટ ચેટ અને તસવીરોનો ખુલાસો આરટીઆઇ કાયદા હેઠળ જાહેર નથી કરી શકાતી.
રાઇટ ટુ પ્રાઈવસી એટલે કે ગોપનીયતાના અધિકારને લઈને કોલકાતા હાઈકોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. એક મૃતકના પ્રાઇવેટ સ્પેસનો બચાવ કરતા હાઈકોર્ટ ચુકાદો આપ્યો હતો કે ગોપનીયતાનો અધિકાર વ્યક્તિના મૃત્યુ સાથે સમાપ્ત નથી થઈ જતો અને તેની પ્રાઇવેટ ચેટ અને તસવીરોનો ખુલાસો આરટીઆઇ કાયદા હેઠળ જાહેર નથી કરી શકાતી.
- Advertisement -
એક રિપોર્ટમાં છપાયેલ સમાચાર અનુસાર હાઈકોર્ટે બંગાળ પોલીસને આદેશ આપ્યો હતો કે રાશિકા જૈન દ્વારા તેના મૃત્યુ પહેલા તેના મિત્ર સાથે શેર કરાયેલ વોટ્સએપ ચેટ અને તસવીરોને RTI એક્ટ હેઠળ ‘પ્રાઇવેટ ઇન્ફોર્મેશન’ રૂપે માનવામાં આવે. જણાવી દઈએ કે ગયા વર્ષે રાશિકા જૈનનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું.
આ કેસ વિશે જો વધુ માહિતી આપી તો રાશિકા જૈનના લગ્ન વર્ષ 2020 માં થયા હતા પણ તેના એક વર્ષ પછી જ રહસ્યમય પરિસ્થિતિમાં તેનું મૃત્યુ થયું હતું અને રાશિકાના માતા-પિતા અને સાસરિયાઓએ એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા. જાંચ રિપોર્ટમાં પોલીસે લગ્ન પહેલાના રાશિકા અને તેના મિત્ર વચ્ચેના વોટ્સએપ ચેટનો ઉલ્લેખ કર્યો હતો અને એ પછી સાસરિયાઓએ વોટ્સએપ ચેટ માંગતા એક RTI અરજી દાખલ જરી હતી. જણાવી દઈએ કે આરટીઆઈ એક્ટ હેઠળ પોલીસે 2022 માં સાસરિયાઓ સાથે આ માહિતી શેર કરી હતીપણ એ પછી રાશિકાના માતાપિતાએ આ વિશે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
આ કેસની સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે, ‘ અધિનિયમ આ વાતની પુષ્ટિ કરે છે કે કોઈ પણ વ્યક્તિની પ્રાઇવેટ સ્પેસની સુરક્ષા અત્યંત મહત્વની છે અને તે પ્રાઇવેટ સ્પેસમાંથી કાઢવામાં આવતી માહિતીનો કોઈપણ ખુલાસો સ્વૈચ્છિક અને બળજબરી વગર હોવો જોઈએ.” મૃતકનું સન્માન કરવાની જવાબદારી વિશે પાઠ ભણાવતા કોર્ટે કહ્યું હતું કે, ‘જવાબદારીને એક ઉચ્ચ નૈતિક આધાર માનવામાં આવે છે કારણ કે મૃતક વ્યક્તિ તેની પ્રાઇવેટ સ્પેસમાં આવી કોઈ પણ પ્રકારની ઘૂસણખોરી સામે પોતાનો બચાવ નથી કરી શકતી.’
- Advertisement -
આવા જ એક બીજા કેસમાં ગૂગલ એ કેરળ હાઈકોર્ટને કહ્યું હતું કે ‘ઈન્ટરનેટ સર્ચમાંથી હટાવવાના અધિકારને ‘હિસ્ટ્રી ડિલીટ’ કરવાના સાધન તરીકે ઉપયોગ નથી કરવામાં આવી શકતો. આ વિશે જણાવી દઈએ કે કેરળ હાઈકોર્ટ ઈન્ટરનેટ સર્ચમાંથી વ્યક્તિગત માહિતીને દૂર કરવાના અધિકારને લાગુ કરવા અને વિવિધ ઓનલાઈન પોર્ટલ અને હાઈકોર્ટની વેબસાઈટ પર પ્રકાશિત થયેલા ચુકાદાઓ અથવા આદેશોમાંથી ઓળખાણ યોગ્ય માહિતીને દૂર કરવાની માંગ કરતી અરજીઓની એક બેચની સુનાવણી કરી રહી હતી.