પૃથ્વી શૉ હાલમાં વન ડે કપમાં ટીમ તરફથી 244 રનની ધમાકેદાર ઇનિંગ રમી, શૉએ ODI ક્રિકેટમાં સૌરવ ગાંગુલીની સૌથી વધુ 183 રનની ઈનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે
ભારતીય ટીમની બહાર ચાલી રહેલા સ્ટાર ઓપનર પૃથ્વી શૉએ પોતાના બેટથી ઈંગ્લેન્ડમાં તોફાન મચાવી દીધું છે. પૃથ્વી શો હાલમાં ઈંગ્લેન્ડમાં ODI કપ રમી રહ્યો છે જ્યાં તેને બેવડી સદી ફટકારીને દિગ્ગજોના દિલ જીતી લીધા છે. આ સાથે તેને આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપ માટે પોતાની દાવેદારી પણ નોંધાવી છે.
- Advertisement -
A crazy knock from Prithvi Shaw in RLODC.
244 runs from just 152 balls including 29 fours & 11 sixes in RLODC, A knock to remember, his 2nd List A Double Hundred, happy to see him back to his best. pic.twitter.com/A7xPnEwR15
— Johns. (@CricCrazyJohns) August 9, 2023
- Advertisement -
એ વાત તો નોંધનીય છે કે ભારતમાં આ વર્ષે 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વર્લ્ડ કપ રમાશે. એવામાં ભારતીય ક્રિકેટ ટીમના રન આઉટ ઓપનર પૃથ્વી શૉએ બુધવારે નોર્થમ્પટન કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે સમરસેટ સામે વન-ડે કપ ટુર્નામેન્ટમાં નોર્થમ્પટનશાયર માટે બેવડી સદી ફટકારી હતી. 23 વર્ષના આ ખેલાડીએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી અને પછી 152 બોલમાં 244 રનની ઇનિંગ રમી હતી.
HUNDRED FOR PRITHVI SHAW.
What a return, coming back like a bang, proper box-office stuff batting, he has dominated the bowling and completed hundred from just 81 balls. pic.twitter.com/gQZNTQ1RFQ
— Johns. (@CricCrazyJohns) August 9, 2023
244 રનની ધમાકેદાર ઇનિંગ રમી
પૃથ્વી શૉ હાલમાં વન ડે કપમાં નોર્થમ્પટનશાયર ટીમ તરફથી રમી રહ્યો છે. તે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી ચૂક્યો છે. ત્રીજી મેચમાં પૃથ્વી શૉએ 152 બોલમાં 244 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 29 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં પૃથ્વી શૉની આ બીજી બેવડી સદી છે.
પૃથ્વી શૉએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે.
23 વર્ષના પૃથ્વી શૉએ 81 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. ઓપનિંગ આવતા જ પૃથ્વી શો સમરસેટના બોલરો પર ખરાબ રીતે તૂટી પડ્યો હતો. આ ઇનિંગના કારણે પૃથ્વી શૉએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પૃથ્વી શૉની ઇનિંગ્સને કારણે તેની ટીમ નોર્થમ્પટનશાયરએ સમરસેટ સામે 8 વિકેટે 415 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં સમરસેટની ટીમ 45.1 ઓવરમાં 328 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે પૃથ્વી શૉએ પોતાની ટીમને 87 રનથી મેચ જીતાડ્યો હતો. મેચમાં શૉનો સ્ટ્રાઈક રેટ 159.47 હતો.
The moment Prithvi Shaw completed the Double Hundred in RLODC.
– Shaw is back….!!!!!!pic.twitter.com/dSdcN3zUfu
— Johns. (@CricCrazyJohns) August 9, 2023
શૉએ સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો
આ ઈનિંગના કારણે ભારતીય યુવા ઓપનર પૃથ્વી શૉએ ઈંગ્લેન્ડમાં ODI ક્રિકેટમાં રમાયેલી સૌરવ ગાંગુલીની સૌથી વધુ 183 રનની ઈનિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે પૃથ્વી શૉ ઈંગ્લેન્ડમાં સૌથી વધુ વનડે ઈનિંગ્સ રમનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે.