આજીવન કારાવાસમાં 14 વર્ષ પછી સજા માફીની અરજી પર વિચારણામાં કેદીએ પેરોલમાં વિતાવેલો સમય બાદ થશે: પહોચતા કેદીઓ ‘જેલમાં’ રહેતા જ નથી: ટીપ્પણી
આજીવન કારાવાસની જેલ સજા ભોગવી રહેલા કેદી જેટલો સમય ‘પેરોલ’ પર રહે તેટલા દિવસો તેની જેલ સજાનો ભાગ ગણાશે નહી અને 14 વર્ષની જેલ સજા બાદ મુક્તિ માટેની અરજી સમયે આ પેરોલના દિવસો જેલ સજાના દિવસો ગણાશે નહી અને જે તે કેદીએ ‘પેરોલ’ જેટલો સમય વધારે જેલમાં વિતાવવો પડશે.
- Advertisement -
સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આજીવન કારાવાસના કેદીને 14 વર્ષની જેલ સજા બાદ બાકી માફીના લાભ માટે તે અરજી કરી શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એમ.આર.શાહે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષના જેલમાં વિતાવેલા સમયમાં ‘પેરોલ’ ના સમય પણ ગણવાનો ઈન્કાર કરી કેદીને વાસ્તવમાં 14 વર્ષ જેલમાં વિતાવવા પડશે તેવો આદેશ આપતા હાઈકોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો હતો.
જસ્ટીસ શાહના વડપણ હેઠળની ખંડપીઠે કોઈપણ કેદી કેટલો સમય પેરોલ મેળવી શકે તે માટે કોઈ નિયમ નથી કે તેના પર કોઈ નિયંત્રણ નથી તેથી કેદી લાંબો સમય પેરોલ પર રહીને તેને જેલ સજાના દિવસો ગણાવી શકે નહી.
આ ચૂકાદામાં બિલ્કીસ બાનુ કેસનો પણ ઉલ્લેખ થયો જેમાં જણાવ્યું કે, રેલ અને હત્યાકાંડ જેવા અપરાધમાં કેદીને માફીનો લાભ મળી શકતો નથી. જો કે હાઈકોર્ટ 14 વર્ષની સજા ગણવામાં પેરોલના દિવસો પણ સાથે ગણવાનો ઈન્કાર કર્યો હતો.
- Advertisement -
અંતે આ કેસ સુપ્રીમ સમક્ષ આવ્યો હતો જેમાં સર્વોચ્ચ અદાલતની ખંડપીઠના ન્યાયમૂર્તિ એમ.આર.શાહે જો કેદીની એ અરજી સ્વીકારાય કે પેરોલનો સમય તેની જેલમાં વિતાવેલા દિવસોમાંજ ગણતરી કરવી જોઈએ તો કોઈપણ કેદી જે પ્રભાવશાળી હોય તે કોઈ મર્યાદા વગર જ પેરોલ મેળવીને જેલ સજાનો જે હેતુ છે તેને નિરર્થક બનાવશે અને તેથી હાઈકોર્ટના ચૂકાદાને અમો યથાવત રાખીએ છીએ.