– ભાજપ એનડીએના સાંસદો સાથે વડાપ્રધાનનો સીધો સંવાદ: મતક્ષેત્રના પ્રશ્નો જાણો: યોજનાઓ પર સમીક્ષા કરશે
વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ભાજપ-એનડીએ માટે સૌથી મોટુ બ્રહ્માસ્ત્ર છે તે નિશ્ચીત છે અને ખુદ મોદી પણ કઈ ચાન્સ લેવા માંગતા નથી તેથી હાલ સંસદનું જે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે તેનો લાભ લઈને વડાપ્રધાન શ્રી મોદી રોજ ભાજપના અને એનડીએના સાંસદોને મળશે.
- Advertisement -
આ માટે 10-10 સાંસદોના જૂથ બનાવાયા છે અને મોદી રોજ બે-ત્રણ જૂથને મળશે. તા.25થી તેનો પ્રારંભ થશે અને તા.3 ઓગષ્ટ સુધી ચાલશે. મોદી આ સાંસદોને તેમના મતક્ષેત્રની બાકી યોજનાઓ અન્ય વિકાસના કામો વિ.ની યાદી સાથે આવવા જણાવ્યું છે જેના પર તેઓ ચર્ચા કરીને ચુંટણી પુર્વે તે પુરા થાય તે નિશ્ચીત કરશે. મોદી આ ઉપરાંત તેઓને કઈ કહેવું હોય
તો તે પણ સાંભળશે અને તેની નોંધ પણ થો. આ બેઠકમાં પક્ષના પ્રમુખ જે.પી.નડ્ડા, સિનીયર નેતા રાજનાથ સિંઘ પણ હાજર રહેશે. ઉપરાંત સહયોગીદળના સાંસદોની બેઠક સમયે તેના વડાને પણ ખાસ બોલાવશે. મોદી આ રીતે સાંસદોનો રીપોર્ટ કાર્ડ પણ બનાવાશે અને તે મતક્ષેત્રના પેન્ડીંગ પ્રશ્ર્નો પણ ઉકેલાશે તથા ચુંટણી પુર્વે લોકોની કોઈ ફરિયાદ ના રહે તે પણ વડાપ્રધાન જોશે.