ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ પ્રહલાદભાઈ મોદીએ ગત રોજ પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વત પર બિરાજમાન જગત જનની માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
તેઓ આજે સવારે રોપ-વે દ્વારા અંબાજી મંદિર પહોંચ્યા હતા. મંદિરના પૂજારીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ માતાજીનું પૂજા-અર્ચના કરવામાં આવ્યું હતું. પૂજા બાદ માતાજીની ચુંદડી પ્રસાદી રૂપે તેમને અર્પણ કરીને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પ્રહલાદભાઈ મોદીએ આ પાવન તીર્થધામની મુલાકાત લઈ ધાર્મિક લાગણી વ્યક્ત કરી હતી. તેમની આ મુલાકાતથી ગિરનાર અને જૂનાગઢમાં આનંદ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો.