દત્ત, દાતાર અને સંત સુરાની ભૂમિમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા અનેરો ઉત્સાહ
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમા જાહેરસભાને સંબોધન કરશે નરેન્દ્ર મોદી
- Advertisement -
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ દત્ત, દાતાર અને સંત સુરાનિ ભૂમિમાં નમોનું સ્વાગત કરવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 19 તારીખે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પધારતા હોઈ ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાર વર્ષ પછી દત્ત અને દાતારની ભૂમિમાં પધારી રહ્યા છે.અગાઉ 2017 ની વિધાનસભા ચૂંટણી સમયે કૃષિ યુનિવર્સીટીમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું અને ત્યાર બાદ પ્રધાનમંત્રી 24 ઓકટોબર 2020માં વર્ચ્યુલ રીતે ગિરનાર રોપ વેનું ઇનોગ્રેશન કર્યું હતું અને 25 ઓકટોબર 2020ના દિવસે ભાવિકો માટે ગિરનાર રોપ વે શરૂ કરવામાં આવ્યો ત્યાર બાદ પ્રધાનમંત્રી ઉમિયા ધામ ગાંઠીલામાં ઉમિયા માતાજીના મહોત્સવ હતો,તેમાં 10 એપ્રિલ 2022માં વર્ચ્યુલ રીતે જોડાયા હતાં. ગિરનારની ભૂમિ સાથે નરેન્દ્રભાઈ મોદી મેં અનેરો લગાવ છે. તત્કાલીન મુખ્યમંત્રી હતા,ત્યારે જૂનાગઢવાસીઓ માટે ગિરનાર રોપ વેનું સપનું જોયું હતું અને તેમના ડ્રિમ પ્રોજેક્ટમાં એક ગિરનાર રોપ વે હતો અને પ્રધાનમંત્રી બન્યા બાદ ગિરનાર રોપ વેની તમામ અડચણ દૂર કરી અને એશિયાનો સૌથી ઊંચો ગિરનાર રોપ વેનું સપનું સાકાર કર્યું હતું.આજે ગિરનાર પર આવેલ જગત જનનની માં અંબા માતાજી, ગુરુ દત્ત શિખર, જેન દેરાસર સહીત અને ધર્મ સ્થાનોના ભાવિકો દર્શન કરી શકે તે માટે ગિરનાર રોપ વેની ભેટ આપી છે.પ્રધાનમંત્રી દેશના ધર્મ સ્થાનો પ્રત્યે અતૂટ શ્રધ્ધા અને વિશ્ર્વાસ છે. ગુજરાતમાં પાવાગઢ મહાકાળી માતાજી મંદિર ઘણા વર્ષો પછી ધજા ચડવામાં આવી હતી અને મંદિર પરિસરનો ખુબ વિકાસ કર્યો હતો તાજેત માં ઉજ્જૈન મહાકાલ મંદિરે શીશ ઝૂકાવી મંદિરની કાયા પલટ કરી છે.નરેન્દ્રભાઈ મોદી અનેક લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરશે. જૂનાગઢના વધુ વિકાસના દ્વાર ખુલશે.પ્રધાનમંત્રીના સ્વાગત માટે તંત્ર દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હેલીપેડ, સભા સ્થળનો વિશાળ ડોમ સહિતની તૈયારીને આખરી ઓપ આપી દેવા વહીવટી તંત્ર દ્વારા મિટિંગનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા ચુસ્તપોલીસ બંદોબસ્ત સહિત અન્ય જિલ્લા ના પોલીસ તૈનાત કરવામાં આવશે.
અંબાજીના દર્શન કરશે
યશસ્વી પ્રધાનમંત્રીનો ડ્રિમ પ્રોજેક્ટમાં એક ગિરનાર રોપ વે કાર્યવંતીત થતા તેઓ પ્રથમ વખત જૂનાગઢ ગિરનારની ભૂમિમાં પધારી રહ્યા હોઈ ત્યારે ગિરનાર રોપ વેની વિઝીટ કરશે અને માં અંબાના દર્શન કરીને શીશ ઝૂકાવી અંબાજી મંદિર પરિસરની મુલાકાત કરશે.તેવું જાણવા મળી રહ્યું છે. આ વિઝીટ તેમની અંગત હશે. તેવું પણ જાણવા મળી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદી ચાર વર્ષ બાદ જૂનાગઢની મુલાકાતે
2022 ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે,ત્યારે ગુજરાતના અનેક જિલ્લામાં તેમના પ્રવાસ કરી ચુક્યા છે અને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. 2017 ની ચૂંટણી જાહેર સભા સંબોધન કરી હતી અને ત્યાર બાદ 24 ઓકટોબર 2020 માં ગિરનાર રોપ વેનું વર્ચ્યુલ રીતે ઇનોગ્રેશન કર્યું હતું અને ત્યાર બાદ 10 એપ્રિલ 2022ના રોજ ઉમિયા ધામ ગાંઠીલા ખાતે માં ઉમિયા માતાજીનાં મહોત્સવમાં વર્ચ્યુલ રીતે જોડાયા હતા અને જૂનાગઢની ભૂમિ પર આગામી 19 ના રોજ રૂબરૂ મુલાકત લેશે અને અનેક લોકાર્પણ અને ખાતમુહર્ત કરશે, તેમ જાણવા મળી રહ્યું છે.