પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફએ આતંકવાદ પર મોટું નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી વિસ્તાર ખૈબર પખ્તૂનખ્વા વિસ્તારમાં આતંકવાદી સમૂહને એક પોલીસ વાન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 6 પાકિસ્તાની સૈનિકોના મૃત્યુ થયા હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શહનાઝ શરીફએ હુમલાની નિંદા કરતા સ્વીકાર્યુ કે આતંકવાદ એક દેશની મુખ્ય સમસ્યાઓમાનો એક છે.
આ પહેલા છેલ્લા અઠવાડિયે પણ વજીરીસ્તાન જિલ્લામાં ભારે હથિયારો સાથે લૈસ અજાણ્યા હુમલાખોરોએ રગાજી પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલનામાં પણ બે પોલીસ કર્મચારીની મૃત્યુ થઇ ગઇ હતી જયારે બીજા ઇજાગ્રસ્ત થયા હતા.
- Advertisement -
આ ઘટના બાબતે વડાપ્રધાન શરીફે ટ્વિટ કરતાં લખ્યું કે,
હુમલાની નિંદા કરવા માટે અમારી પાસે શબ્દો નથી. અમારા વિચારો અને પ્રાર્થના મૃત્યુ પામનારના પરિવાર સાથે છે. હવે અમારે કોઇ ભૂલ કરવી જોઇએ નહીં. અમારા સૈનિકો અને પોલીસ આ સંકટથી બહાદુરી સાથે લડી રહ્યા છે.
Let us make no mistake. Terrorism continues to be one of Pakistan's foremost problems. Our armed forces & police have valiently fought the scourge. No words are enough to condemn terrorists' attack on a police van in Lakki Marwat. My thoughts & prayers are with bereaved families.
- Advertisement -
— Shehbaz Sharif (@CMShehbaz) November 16, 2022
ગૃહ મંત્રીએ પણ કરી હુમલાની ટીકા
પાકિસ્તાનના ગૃહ મંત્રી સનાઉલ્લાહએ પણ આ હુમલાની ઘોર નિંદા કરી છે. મંત્રીએ મુખ્ય સચિવ અને ખૈબર પખ્તૂનખ્વાએ આઇજી પાસે આ ઘટના બાબતે રિપોર્ટ માંગ્યો છે. મંત્રી રાણા સનાઉલ્લાહએ કાર્યાલયએ આ ઘટના પર દુ:ખ અને સાંત્વના વ્યક્ત કરી છે.
આતંકવાદી સંગઠન તહરીફ-એ-તાલિબાન પાકિસ્તાન(ટીટીપી)એ લીધી જવાબદારી
અફઘાનિસ્તાની તાલિબાન સાથે સંબંધ રાખનાર આતંકવાદી સમૂહ તહરીફ-એ-તાલિબાનએ આ હુમલાની જવાબદારી લીધી છે. તહરીફ-એ-તાલિબાનના પ્રવક્તાએ નિવેદન જાહેર કરતા કહ્યું કે, આ વિસ્તારમાં તપાસ કરવા જઇ રહેલી પોલીસની વાનને ટાર્ગટ કરીને હુમલો કરવામાં આવ્યો છે.
આ સંગઠનએ પશ્ચિમી પાકિસ્તાનમાં પણ આા હુમલાઓ કર્યા છે. આ વિસ્તાર ક્યારેક પાકિસતાન અને અફઘાનિસ્તાનના આતંકવાદીઓનો અડ્ડો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જો થયા પછી પાકિસ્તાન અને ટીટીપીની વચ્ચે એક શઆંતિ કરાર પર વાત થઇ હતી પરંતુ હજુ સુધી તેનું કોઇ પરિણામ આવ્યું નથી. જો કે, મે 2022થી આ સંઘર્ષ વિરામ ચાલુ છે.