વડાપ્રધાન અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે: ગુજરાત બનશે બે દિવસ મોદીમય
વડાપ્રધાન 11મીથી બે દિવસ ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ અહીં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની સાથે ચૂંટણીનો માહોલ પણ બનાવવાના છે. ગુજરાતની ચૂંટણીને લઈને હવે તેઓની ગુજરાત મુલાકાત વધે તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવશે. આ દિવસો દરમિયાન પીએમ અનેક મહત્વના કાર્યોનું ઉદ્ઘાટન કરશે. સૌથી પહેલા તો પીએમ મોદી અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ ખેલ મહાકુમ્ભનો પ્રારંભ કરાવશે અને તેની સાથે રક્ષા યુનિવર્સીટીના પદવીદાન સમારોહમા પણ હાજરી આપશે.
- Advertisement -
પ્રધાનમંત્રી 11-12 માર્ચ ગુજરાત આવશે.અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલનમા હાજરી આપશે પ્રધાનમંત્રી ખેલ મહાકુંભ પ્રારંભ કરાવશે સાથે રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ હાજર રહેશે.1 2 માર્ચના રોજ ગુજરાત ખેલ મહાકુંભ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે. કાર્યક્રમનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરાવશે. ખેલ મહાકુંભના કાર્યક્રમને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. બે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સહિત અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. બંને અધિકારીઓએ સ્ટેડિયમની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી. 12 માર્ચના રોજ યોજાનાર આ ગુજરાત ખેલ મહાકુંભ નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાશે.
ઓચિંતો કાફલો રોકાવી મોદીએ પપ્પુની ચા પીધી, પછી પાન પણ ખાધું
વારાણસીની મુલાકાત દરમિયાન તેમણે પણ આવું જ કર્યું હતું.કાશી વિશ્વનાથ મંદિરમાં રોડ શો અને દર્શન પૂજન બાદ બારેકા પરત ફરતી વખતે પીએમ મોદી વારાણસીના પ્રસિદ્ધ અસ્સી ચાર રસ્તા પર પપ્પુની ચાની દુકાને પહોંચ્યા હતા. તેમણે ત્યાં કુલ્હડ ચાની મજા માણી હતી.