“ગૌરવની વાત”: શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પ્રાપ્ત થતાં પ્રધાનમંત્રી મોદી
‘મિત્ર વિભૂષણ’ મેડલ ખાસ કરીને અસાધારણ વૈશ્વિક મિત્રતાને ઓળખવા અને ભારત-શ્રીલંકા સંબંધોની ઊંડાઈ અને હૂંફને પ્રતિબિંબિત કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યો છે.
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શનિવારે શ્રીલંકાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન શ્રીલંકાના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મિત્ર વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને બંને દેશોના સહિયારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાના તેમના પ્રયાસોના માનમાં પીએમ મોદીને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શ્રીલંકા સરકારે શ્રીલંકા મિત્ર વિભૂષણ સન્માનથી નવાજ્યા હતા. શ્રીલંકાના જે દેશો સાથે સંબંધ સારા હોય તે દેશના વડાના આ સન્માન આપવામાં આવે છે. ભારતના શ્રીલંકા સાથે સારા સંબંધ છે. પીએમ મોદીને વિદેશ દ્વારા એનાયત થયેલો આ 22મો પુરસ્કાર છે.
140 કરોડ ભારતીયોનું સન્માન
ગુજરાતનો કર્યો ઉલ્લેખ
- Advertisement -
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને શ્રીલંકા વચ્ચે સદીઓ જૂના આધ્યાત્મિક અને સ્નેહપૂર્ણ સંબંધો છે. મને તમને જણાવતા આનંદ થાય છે કે 1960માં ગુજરાતના અરવલ્લીમાં મળેલા ભગવાન બુદ્ધના અવશેષોને જાહેર દર્શન માટે શ્રીલંકા મોકલવામાં આવી રહ્યા છે. ભારત ત્રિંકોમાલીમાં તિરુકોણેશ્વરમ મંદિરના જીર્ણોદ્ધારમાં મદદ કરશે. ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધો પરસ્પર વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત છે.
પીએમ મોદીને મળેલા વિદેશી સન્માન
-ગત મહિને મોરેશિયસના વડા પ્રધાન નવીનચંદ્ર રામગુલામે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના દેશનો સર્વોચ્ચ નાગરિક પુસ્કાર ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ સ્ટાર એન્ડ કી ઓફ ઈન્ડિયન ઓશન’થી સન્માનિત કર્યાં હતા. નરેન્દ્ર મોદી મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવનાર પાંચમા વિદેશી નાગરિક હતા.
-ડિસેમ્બર 2024 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કુવૈતે પોતાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ મુબારક અલ-કબીરથી સન્માન કર્યું હતું.
-નવેમ્બર 2024માં નાઇજીરીયાએ બીજા સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજર’ થી નરેન્દ્ર મોદીને સન્માનિત કર્યાં હતાં.
-ડોમિનિકાએ પણ 2024માં વડાપ્રધાન મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતાં
-નવેમ્બર 2024 માં જ પીએમ મોદીને ગુયાનાના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ એક્સેલન્સ’ થી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન પીએમ મોદીને મહામારી દરમિયાન તેમના યોગદાન અને કેરેબિયન દેશો સાથેના સંબંધોને પ્રોત્સાહન આપવાના તેમના નેતૃત્વ માટે આપવામાં આવ્યું હતું.
-નવેમ્બર 2024 માં બાર્બાડોસે માનદ ઓર્ડર ઓફ ફ્રીડમથી પીએમ મોદીનું સન્માન કર્યું હતું
-9 જુલાઈ 2024 ના રોજ રશિયાએ પીએમ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડથી સન્માનિત કર્યા હતાં
-24 માર્ચ 2024માં ભૂટાને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ધ ડ્રેગન કિંગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એનાયત કર્યો હતો.
-25 ઓગસ્ટ, 2023માં ગ્રીસે પ્રધાનમંત્રી મોદીને ગ્રાન્ડ ક્રોસ ઓર્ડર ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતાં
-14 જુલાઈ, 2023ના રોજ ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતાં
-ઇજિપ્તમાં 25 જૂન, 2023માં પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ નાઇલ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
-પાપુઆ ન્યૂ ગિની દ્વારા 22 મે 2023માં પીએમ મોદીને કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ પીપલથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં.
-ફિજીએ 22 મે 2023 ના રોજ પીએમ નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન, કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી એનાયત કર્યું હતું
-2023 માં, પીએમ મોદીને પલાઉનો અબાકલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
-અમેરિકાએ 21 ડિસેમ્બર, 2020 ના રોજ પીએમ મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા હતાં
-બહેરીન દ્વારા 24 ઓગસ્ટ 2019 ના રોજ પીએમ મોદીને કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
-UAE દ્વારા 24 ઓગસ્ટ 2019માં પીએમ મોદીને ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
-માલદીવે પણ 8 જૂન 2019માં વડા પ્રધાન મોદીને ઓર્ડર ઓફ ઇઝ્ઝુદ્દીનથી સન્માનિત કર્યા હતાં
-10 ફેબ્રુઆરી 2018માં પીએમ મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
-અફઘાનિસ્તાન દ્વારા 04, જૂન 2016માં પીએમ મોદીને સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમર અમાનુલ્લાહ ખાન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
-સાઉદી અરેબિયા દ્વારા 03 એપ્રિલ, 2016માં પીએમ મોદીને ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદથી નવાજવામાં આવ્યા હતાં.




