કલ્યાણકારી યોજનાઓની હારમાળા હશે
ચૂંટણી પુર્વે જ વડાપ્રધાન મોદીએ નવી ટર્મના ત્રણ મહિનાની કામગીરી તૈયાર કરી લીધી
- Advertisement -
લોકસભાની ચૂંટણીમાં ફરી સ્પષ્ટ બહુમતી સાથે મોદી સરકાર સતા મેળવશે તેવા સર્વેના તારણો નિકળી રહ્યા છે. જીતના વિશ્વાસ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી સરકારના પ્રથમ 100 દિવસના કામોનું લીસ્ટ પણ તૈયાર કરી રાખ્યુ છે અને તેમાં અનેક લોકકલ્યાણની યોજનાઓ ઘડાયાના નિર્દેશ છે.
નવી સરકારમાં રેલ્વે તંત્રને બુલેટ ટ્રેનની ઝડપે દોડાવવાની યોજના હોય તેમ પ્રવાસીઓ માટે આધુનિક સુવિધા શરૂ થશે. કેન્સલ કરાતી ટ્રેન ટીકીટોનું રીફંડ 24 કલાકમાં આપી દેવાની યોજના છે. હાલ 3 દિવસે રીફંડ મળે છે. આ સિવાય સુપર એપ લોન્ચ કરાશે જેમાં ટીકીટ બુકીંગ, ટ્રેન ટ્રેકીંગ સહિતની સુવિધાઓ પ્રવાસીઓને મળશે.
આવાસ મંત્રાલય દ્વારા પણ નવી ટર્મ માટે યોજના તૈયાર કરવામાં આવી છે. ‘શહેરી જીવન મિશન’ના બીજા તબકકામાં ગરીબોના ઘરના ઘરનુ સ્વપ્ન સાકાર કરાવવા માટે સ્વસહાય જૂથો મારફત ધિરાણ આપવાની યોજના હશે. આ ઉપરાંત શહેરી ગરીબો માટે હોમલોનમાં વ્યાજ સબસીડી દાખલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ 15 ઓગષ્ટે તેનો નિર્દેશ કર્યો હતો.
- Advertisement -
પ્રધાનમંત્રી મોદી દ્વારા જ તમામ મંત્રાલયો તથા વિભાગોને નવી ટર્મના પ્રથમ 100 દિવસની યોજના તૈયાર કરવા કહેવાયુ હતું. આ યોજનાઓ સમીક્ષા માટે કેબીનેટ સચીવને મોકલવામાં આવી છે. અગાઉથી જાહેર કરાયેલી યોજનાઓ- પ્રોજેકટ તથા કેટલાંક વખતથી પાઈપલાઈનમાં હોય તેવા પ્રોજેકટોને પણ 100 દિવસની કામગીરીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.
માહિતગાર સૂત્રોએ કહ્યું કે, નવી સરકારના પ્રથમ 110 દિવસમાં રેલ્વે દ્વારા પીએમ રેલમંત્રી વિમા યોજના પણ લોન્ચ કરવામાં આવશે. આ સિવાય 11 લાખ કરોડના ખર્ચ સાથેના 40900 કિલોમીટરના ત્રણ ઈકોનોમીક કોરીડોરને પણ મંજુરી આપવામાં આવશે. આ સિવાય ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લીંક પ્રોજેકટ પુર્ણ થવા સાથે જમ્મુથી કાશ્મીર સુધીની ટ્રેન દોડાવવાનો પણ પ્લાન છે.
આ ઉપરાંત રામેશ્વરમને જોડતા ભારતના પ્રથમ વર્ટીકલ લીફટ બ્રીજનું કામ પૂર્ણ થતા તે પણ ચાલુ કરી દેવામાં આવશે. 1913માં બંધાયેલો બ્રીજ સુરક્ષાની દ્દષ્ટિએ ડિસેમ્બર 2022થી બંધ કરી દેવાયો હતો. રેલ્વેને આ બ્રીજ મંડપમથી રામેશ્વરને જોડે છે.
આ ઉપરાંત વંદેભારત ટ્રેનમાં સ્લીપર સુવિધા પણ શરૂ કરવાનો તથા બુલેટ ટ્રેન પ્રોજેકટ વ્હેલીતકે કાર્યાન્વિત કરવાનો પણ ટારગેટ આપવામાં આવ્યો છે. જો કે, 508 કિંમતના આ પ્રોજેકટમાંથી 320 કી.મી.નો પ્રથમ તબકકો એપ્રિલ 2029 સુધીમાં શરૂ થઈ શકે તેમ છે.
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પણ યોજના ઘડવામાં આવી છે જે અંતર્ગત માર્ગ અકસ્માતોમાં ઘાયલ-ઈજાગ્રસ્તો માટે કેશલેસ સારવારની યોજના લોન્ચ કરશે. ઉપરાંત અકસ્માતો માટેના હોટસ્પોટ સ્થળોની યોગ્ય સમારકામ સ્કીમ લાગુ કરાશે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવી સરકારના પ્રથમ 100 દિવસમાં નવા ચાર એરપોર્ટનુ ઉત્પાદન કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
હોમલોન પર વ્યાજ સબસીડી તથા સ્વજુથ મારફત ધિરાણ
રેલ્વેતંત્ર પ્રવાસીઓ માટે વિમા યોજના તથા ‘સુપર એપ’ લોંચ થશે
માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્તો માટે કેશલેસ સારવાર સ્કીમ
ઉડ્ડયન વિભાગ ચાર નવા એરપોર્ટનુ ઉદઘાટન કરશે