તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજયમાં વાઇબ્રન્ટ સમિટ યોજવાની શરૂઆત કરી હતી. આ “વાઈબ્રન્ટ સમિટ”ને 20 વર્ષ પૂર્ણ થતાં હોવાના ઉપલક્ષમાં વડાપ્રધાનનો કાર્યક્રમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
- Advertisement -
વડાપ્રધાનના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ રાજયના દરેક જિલ્લામાં કલેક્ટરઓ તથા જિલ્લા ઉદ્યોગ અધિકારીઓના સંકલનમાં થયું હતું. રાજકોટમાં પણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્રસ્ટીઝ ખાતે મોટી સંખ્યામાં ઉદ્યોગકારો તથા ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિઓ, જિલ્લા ઉદ્યોગ અધિકારી કે.વી.મોરી વગેરે ઉપસ્થિત રહયા હતા.