વડાપ્રધાન મોદીએ કહ્યું, યોગના અનુભવને ફિઝિયોથેરાપિસ્ટના અનુભવ સાથે જોડવામાં આવે છે ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે.
અમદાવાદમાં ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ (IAP) ની 60મી નેશનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહને વડાપ્રધાન મોદીએ સંબોધિત કર્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ તમામ ફિઝિયોથેરાપિસ્ટને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, સારો ફિઝિયોથેરાપિસ્ટ એ છે જેની દર્દીને વારંવાર જરૂર ન પડે. આપણે કહી શકીએ કે, અમારો ધ્યેય લોકોને સ્વ-નિર્ભર બનાવવાનો છે. આજે જ્યારે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે તમારા વ્યવસાયના લોકો સરળતાથી સમજી શકે છે કે આપણા દેશના ભવિષ્ય માટે તે શા માટે મહત્વપૂર્ણ છે.
- Advertisement -
ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપિસ્ટ (IAP) ની 60મી નેશનલ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઈજા હોય, દર્દ હોય, યુવા હોય, રમતવીર હોય, વૃદ્ધ હોય કે ફિટનેસના શોખીન હોય પણ ફિઝિયોથેરાપિસ્ટ દરેક પરિસ્થિતિમાં દરેક ઉંમરના લોકોના સાથી બનીને તેમની સમસ્યાઓ દૂર કરે છે. તમે મુશ્કેલ સમયમાં આશાનું પ્રતિક બનો છો. તેમણે કહ્યું કે, તેઓ ખુશ છે કે મેડિકલ ક્ષેત્રના આટલા પ્રોફેસરો એકઠા થઈ રહ્યા છે. ફિઝિયોથેરાપિસ્ટને વ્યવસાય તરીકે માન્યતા આપવામાં આવી છે. અમારી સરકારે ફિઝિયોથેરાપિસ્ટને આયુષ્માન યોજના સાથે જોડ્યા છે.
Fit India movement & Khelo India movement are being expanded. It's important people have right approach towards fitness. Yoga along with physiotherapy is beneficial: PM Modi during Indian Association of Physiotherapist (IAP) National Conference in Ahmedabad via video conferencing pic.twitter.com/svG7q4jp0F
— ANI (@ANI) February 11, 2023
- Advertisement -
ફિઝિયોથેરાપીની સાથે યોગ પણ જરૂરી: વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ખેલો ઈન્ડિયા મૂવમેન્ટની સાથે ભારતમાં ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ પણ આગળ વધી છે. ફિટનેસ પ્રત્યે યોગ્ય અભિગમ અપનાવવો જરૂરી છે. આ સાથે કહ્યું કે, તેમનો અનુભવ છે કે, જ્યારે યોગના અનુભવને ફિઝિયોથેરાપિસ્ટના અનુભવ સાથે જોડવામાં આવે છે ત્યારે તેની શક્તિ અનેકગણી વધી જાય છે. જો તમે ફિઝિયોથેરાપીની સાથે યોગને પણ જાણો છો, તો તમારી કાર્યક્ષમતામાં ઘણો વધારો થશે. તેણે કહ્યું કે, જ્યારે કોઈ બીમાર હોય છે ત્યારે ફિઝિયોથેરાપિસ્ટ તેની સારવાર જ નથી કરતા, પણ તેને પ્રોત્સાહિત પણ કરે છે.
Physiotherapists emerge as symbol of hope, resilience, recovery for people: PM Modi
Read @ANI Story | https://t.co/l9aNOo2wKf#PMModi #physiotherapy #Ahmedabad pic.twitter.com/tnYYpbYyI6
— ANI Digital (@ani_digital) February 11, 2023
મોટી દુર્ઘટનામાં ફિઝિયોથેરાપિસ્ટની જરૂર: વડાપ્રધાન મોદી
IAP ની 60મી નેશનલ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક વ્યક્તિએ વીડિયોની મદદથી સલાહ લેવાની પદ્ધતિઓ પણ વિકસાવવી જોઈએ. જેમ તુર્કીયેમાં જોરદાર ભૂકંપ આવ્યો છે, તેવી જ રીતે આવી આફત પછી પણ મોટી સંખ્યામાં ફિઝિયોથેરાપિસ્ટની જરૂર છે. આવી સ્થિતિમાં તમે મોબાઇલ દ્વારા ઘણી મદદ કરી શકો છો. દેશમાં વડીલોની વધતી જતી સંખ્યા સાથે, તેમની આરોગ્ય સંભાળ વધુ પડકારરૂપ બની છે. આવા સમયે તે ભારતીય ફિઝિયોથેરાપિસ્ટની કુશળતાને વિશ્વ સમક્ષ દર્શાવવામાં મદદ કરશે.



