ભારત અને અમેરિકા વચ્ચેના એક નવા સંબંધોના યુગના ઉદયની સાક્ષી પુરતી એક કવિતા ‘અભિ તો સુરજ ઉગા હૈ’થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી સંસદને સંબોધનમાં ભારત-અમેરિકાની મિત્રતાના આગામી સમયના એ.આઈ. સાથે (આર્ટિફીશ્યલ ઈન્ટેલીજન્સ) સાથે સરખાવતા કહ્યું કે અમેરિકા વિશ્વની સૌથી લોકશાહી છે તો ભારત એ લોકશાહીની જનની છે અને હવે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. મોદીએ કહ્યું કે સાત વર્ષ પુર્વે અહીં હું આવ્યો તે પછી ઘણું બદલાઈ ગયું છે પણ ભારત અને અમેરિકાની મિત્રતા કાયમ છે.
અમેરિકાની યાત્રાના અંતિમ ચરણમાં ગઈકાલે વ્હાઈટ હાઉસમાં ગાર્ડ ઓફ ઓનર અને પ્રમુખ જો બાઈડન સાથે શિખર મંત્રણા બાદ વડાપ્રધાન મોદી અમેરિકાની કેપીટલ હાઉસ, સંસદ ભવનમાં સંબોધન માટે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કરતા કહ્યું કે જેમ આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સમાં અનેક બદલાવ આવ્યા છે તેમાં એઆઈ એટલે કે અમેરિકા-ઈન્ડીયાના સંબંધોમાં પણ મોટા બદલાવ ભણી છે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં યુક્રેન સંકટ પર ચિંતા જગાવી હતી અને ચીન તથા પાકિસ્તાનનું નામ લીધા વગર બન્ને દેશો પર નિશાન તાંકયા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે વૈશ્વીકરણથી એક નુકશાન એ થયું છે કે સપ્લાયચેઈન મર્યાદીત થઈ ગઈ છે. યુક્રેન યુદ્ધના કારણે યુરોપ જંગની સાથે છે અને તેમાં અનેક શક્તિઓ સાથે તો તેના પરિણામ ગંભીર છે.
- Advertisement -
#WATCH | A spirit of democracy, inclusion and sustainability defines us. India grows while being responsible for our planet. The earth is our mother and we are her children. Indian culture deeply respects the environment and our planet: Prime Minister Narendra Modi addressing the… pic.twitter.com/5rGq3pdhLz
— ANI (@ANI) June 22, 2023
- Advertisement -
વડાપ્રધાન મોદીએ ભારત-અમેરિકાના સંબોધોને Ai સાથે સરખાવ્યા
વિકાસશીલ દેશો પણ પ્રભાવિત થયા છે. વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં આતંકવાદના મુદા પર પણ વાત કરી હતી. 9/11 અને (ન્યુયોર્ક હુમલા) 26/11 (મુંબઈ હુમલા) બાદ પણ કટ્ટરતાના વાદળ અને આતંકવાદ એક ગંભીર બનાવ છે અને હવે તેની સામે લડવા કિંતુ પરંતુ ના હોવું જોઈએ. આતંકવાદને પોષનાર અને નિકાસ કરનાર સામે આપણે સંયુક્ત લડવું પડશે. દુનિયાને એક નવા વર્લ્ડ ઓર્ડરની જરૂર છે. પક્ષએ તેમનું વકતવ્ય અંગ્રેજીમાં આપ્યુ હતું અને વડાપ્રધાન મોદી પોતાના વકતવ્યમાં માર્ટીન લ્યુથર કિંગ અને મહાત્મા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીના આ સંબોધનમાં વારંવાર તાળીઓ પડતા અને 15 વખત મોદીને સ્ટેન્ડીંગ ઓવેશન મળ્યું હતું.
#WATCH | In the past few years, there have been many advances in AI- Artificial Intelligence. At the same time, there have been even more momentous development in another AI- America and India: Prime Minister Narendra Modi addressed the joint sitting of the US Congress pic.twitter.com/SRZG7P45pN
— ANI (@ANI) June 22, 2023
ભારતમાં લઘુમતી પ્રત્યે ભેદભાવ મુદે વડાપ્રધાને વિદેશી પત્રકારની ‘બોલતી’ બંધ કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઈકાલે વ્હાઈટ હાઉસમાં અમેરિકી પ્રમુખ જો બાઈડન સાથેની પત્રકાર પરિષદમાં જે સવાલની સૌથી વધુ અપેક્ષા હતી તે જ પુછાયો અને વડાપ્રધાન મોદીએ તેનો ડિપ્લોમેટીક જવાબ આપીને કોઈ પુરક પ્રશ્ન જ ના રહે તેવી સ્થિતિ સર્જી દીધી હતી.બાઈડન સાથેની પત્રકાર પરિષદમાં એક વિદેશી પત્રકાર ભારતમાં લઘુમતીઓ સાથે ભેદભાવ ભર્યુ વલણ તથા વ્યવહાર રાખવામાં આવે છે. આ વિદેશી પત્રકારે લાંબો પ્રશ્ન પૂછયો અને મોદીએ તે શાંતિથી સાંભળ્યો હતો. બાદમાં જવાબ આપતા કહ્યું કે લોકતંત્ર અમારા ‘લોહી’માં છે અને જાતિ વંશ, તથા ધર્મના આધારે કોઈ સાથે ભેદભાવ કરવાનો કે થવાનો કોઈ પ્રશ્ન જ નથી અને અમારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્ર્વાસ તથા સૌના પ્રવાસના સિદ્ધાંત પર આવે છે અને ભારતીય લોકતાંત્રીક મુલ્યોમાં કોઈ ભેદભાવ નથી.
#WATCH | Democracy is one of our sacred and shared values. Throughout history, one thing has been clear, democracy is the spirit that supports equality and dignity. Democracy is the idea that welcomes debate and discourse. Democracy is the culture that gives wings to thought and… pic.twitter.com/UmikrInO2V
— ANI (@ANI) June 22, 2023
#WATCH | "When I first visited the US as a PM, India was the 10th largest economy in the world. Today, India is the 5th largest economy. India will be the 3rd largest economy soon. We are not only growing bigger but we are also growing faster. When India grows the whole world… pic.twitter.com/saO9qgM7IA
— ANI (@ANI) June 22, 2023
ગેલેરીમાં ભારતીય મૂળના લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા:: સંબોધન સમયે 15 વખત ‘સ્ટેન્ડીંગ ઓવેશન’ મળ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી સંસદને કરેલા સંબોધન બદલ બન્ને ગૃહોનો આભાર માનતા કહ્યું કે મારા માટે આ એક ખૂબજ ગૌરવની બાબત છે. વડાપ્રધાન મોદી તેમના 15 વર્ષના કાર્યકાળમાં આ બીજી વખત અમેરિકી સંસદને સંબોધન કર્યુ હતું.વડાપ્રધાન મોદીનું સંબોધન ખૂબજ વૈવિધતા અને ભારત-અમેરિકાના સંબંધોને વણી લઈને તેની સાથે વૈશ્વીક પ્રવાહોને જોડી દીધા હતા. વડાપ્રધાન મોદી અમેરિકી સંસદ ભવન કેપીટલ હાઉસમાં પ્રવેશ્યા તે સમયથી જ મોદી-મેજીક છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો હતા. સંસદભવનમાં પ્રવેશતા જ તમામ સાંસદો ઉભા થઈને મોદીનું અભિવાદન કર્યુ હતું તો સંસદ ભવનની ગેલેરી પણ ખીચોખીચ હતી અને ભારતીય મૂળના લોકો મોદીને સાંભળવા આવ્યા હતા. મોદીએ તેમની સામે જોઈને હાથ હલાવી અભિવાદન કર્યુ હતું.વડાપ્રધાન મોદીને તેમના સંબોધન સમયે ઓછામાં ઓછા 15 વખત સાંસદોએ ઉભા થઈને તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા તો ગેલેરીમાંથી મોદી-મોદીના અવાજો આવતા હતા. સેનેટના પુર્વ અધ્યક્ષ નાન્સી એલોસીની અને મોદી વચ્ચે સ્માઈલની આપલે થઈ હતી. મોદીએ હળવા સ્વરે કહ્યું કે અહી વસેલા ભારતીયો ફકત સ્પેલીંગ-બી-(સ્પર્ધા) નહી તમામ ક્ષેત્રએ ભારતીયોનો ડંકો વાગ્યો છે. અમેરિકાની આ સ્પેલીંગ સ્પર્ધામાં ભારતીય મૂળના લોકોનો દબદબો છે. મોદી તેમનું સંબોધન કરી બહાર નીકળતા હતા તો અમેરિકી સાંસદો તેને ઘેરી વળ્યા હતા.
15 standing ovations, 79 applauses marked Prime Minister Narendra Modi’s address to the joint session of the US Congress. pic.twitter.com/NeC2l26J47
— ANI (@ANI) June 22, 2023
US Congressmen lined up to take autographs and selfies with Prime Minister Narendra Modi after his address to the joint sitting of the US Congress. pic.twitter.com/KnIRIJVlV1
— ANI (@ANI) June 22, 2023
અભિ તો સૂરજ ઉગા હૈ!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકી સંસદને કરેલા સંબોધનમાં ભારત અને અમેરિકા વચ્ચેના નવા સંબંધોનો પ્રારંભ થયો છે તે કહેવા માટે થોડી પંક્તિઓ ટાંકી હતી મોદીએ કહ્યું કે
‘અભિ તો સૂરજ ઉગા હૈ,…
આસમાન સે શીર ઉઠાકર,
ઘને બાદલો કો ચીર કે
રોશની કા સંકલ્પ લે…
અભિ તો સુરજ ઉગા હૈ
દ્રઢ નિશ્ચય કે સાથ ચલ કર
હર મુશ્કીલ કો પાર કર
ઘોર અંધેરે કો મીટાને
અભિ તો સૂરજ ઉગા હૈ…