રાજકોટમાં રૂપિયા 4309 કરોડ જ્યારે મોરબીમાં રૂપિયા 2738 કરોડના તથા 663 કરોડના અન્ય જિલ્લાના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ અને મોરબી તથા અન્ય જિલ્લામાં રૂપિયા 7710 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. રાજકોટ જિલ્લાને અમુલ પ્લાન્ટ સહિત કુલ રૂપિયા 4309 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે જ્યારે મોરબી જિલ્લામાં વડાપ્રધાન રૂપિયા 2738 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે. તેમજ અન્ય જીલ્લાના રૂપિયા 663 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે.

રાજકોટ એરપોર્ટથી સભા સ્થળ સુધી પીએમ મોદીનો મેગા રોડ શો યોજાઇ રહ્યો છે. જેમાં ખુલ્લી જીપમાં સવાર થઈ પીએમ મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે.
- Advertisement -
Live: PM Shri @narendramodi launches multiple development initiatives in Rajkot, Gujarat https://t.co/j8hx4qt1ba
— BJP Gujarat (@BJP4Gujarat) October 19, 2022
રાજકોટવાસીઓને શું થશે લાભ?
રાજકોટમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ, હોસ્પિટલ ચોક બ્રિજ, રામાપીર ચોકડી બ્રિજ, નાનામવા બ્રિજ, સાયન્સ મ્યૂઝિયમ, મેજર બ્રિજ સાથેનો 4-લેન પરાપીપળીયા રોડ , આરએમસી બાઉન્ડ્રી(જામનગર રોડ) થી AIIMS સુધીનો 6-લેન ડીપી રોડ અને. લોકાર્પણ કાર્યો કુલ રૂપિયા336 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જેતપુર-ગોંડલ-રાજકોટ 6 લેનના રોડને પહોળો કરવામાં આવશે. ગઢકા ખાતે અમુલનો પ્લાન્ટ, GIDC (નાગલપર, ખીરસરા-2, પીપરડી, તથા અન્ય જીઆઈડીસીઓ), રેલવેમાં પેસેન્જર સુવિધાઓ, ગોંડલ અને મચ્છુ-1ની રિમોડલીંગ વોટર સપ્લાય સ્કીમ, રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નિર્મલા રોડ પર ફાયર સ્ટેશન, ભીમનગર બ્રિજ મોટા મવા બ્રિજને પહોળો કરવાની કામગીરી, ભાદર નદી પર એપ્રોન અને બન્ને તરફ સુરક્ષાની કામગીરી, કુંઢેચ ચેકડેમ પર રિપેર અને સુરક્ષાની કામગીરી અને વડલા ચેકડેમ નિર્માણ, મોવિયા-શિવરાજગઢ રોડ અને ખાંભલા-વાજડી-વેજાગામ રોડ સહિતના તેમજ અન્ય કાર્યો સામેલ છે. કુલ રૂપિયા5762 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.



