નરેન્દ્ર મોદી યુટ્યુબ ચેનલે ભારત અને વિશ્વના અન્ય નેતાઓની યુટ્યુબ ચેનલોને વ્યુ અને સબસ્ક્રાઈબર્સની બાબતમાં પાછળ છોડી દીધા છે. મોદી વિશ્વના 2 કરોડ સબસ્ક્રાઇબર ધરાવનારા પ્રથમ નેતા બની ગયા છે. પીએમ મોદી હંમેશા ડિજિટલના પક્ષમાં રહ્યા છે. તેમની ગણતરી એવા ભારતના નેતાઓમાં થાય છે.
જેમણે ડિજિટલ લેન્સ દ્વારા રાજનીતિની દુનિયાને સૌપ્રથમ જોઈ હતી હવે પીએમ મોદી યુટ્યુબ ચેનલ વિશ્વના અન્ય કોઈ નેતાની યુટ્યુબ ચેનલ કરતા વધુ સબસ્ક્રાઈબર ધરાવતી ચેનલ બની ગઈ છે. પીએમ મોદીની યુટ્યુબ ચેનલ નરેન્દ્ર મોદીના 2 કરોડથી વધુ સબસ્ક્રાઈબર્સ છે.
- Advertisement -
પીએમની ચેનલની સૌથી ખાસ વાત એ છે કે, તેના પર અપલોડ કરવામાં આવેલા વીડિયોને લોકો પસંદ કરે છે અને લાઈક પણ કરે છે. ઘણીવાર કોઈ વીડિયોને સેક્ધડોમાં જ લાખો વ્યૂ મળી જાય છે. જ્યારે રાહુલ ગાંધીની યુટ્યુબ ચેનલે 2023માં 22.5 લાખ સબ્સ્ક્રાઇબર્સ મેળવ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદી ચેનલે 2023માં 63 લાખ સબ્સ્ક્રાઇબર્સ સાથે લગભગ ત્રણ ગણો વધારો કર્યો છે.
પીએમ મોદી પછી તેમની યુટ્યુબ ચેનલ પર સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ ધરાવતા વિશ્ર્વના કોઈપણ નેતાનું નામ બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલસોનોરાનું છે. તેની ચેનલ પર 64 લાખથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. જે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલના ત્રીજા ભાગ કરતાં થોડી ઓછી છે.
એ જ રીતે ડિસેમ્બર 2023માં 224 મિલિયન વ્યૂઝ સાથે નરેન્દ્ર મોદીની યુટ્યુબ ચેનલ યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડીમિર જેલેન્સકીની યુટ્યુબ ચેનલ કરતાં 43 ગણી વધુ વ્યૂ ધરાવે છે. જેઓ તેમની યુટ્યુબ ચેનલ પર બીજા સૌથી વધુ વ્યૂઝ સાથે વૈશ્વિક નેતા છે.