નવરાત્રીના શુભ અવસર પર આખો દેશ માતાજીની આરાધના અને ભક્તિમાં લીન છે. આ ભક્તિમય માહોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ગરબા ગીત #AavatiKalay દ્વારા માતા દુર્ગાને નમન કર્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, “માતા દુર્ગાના આશીર્વાદ આપણા બધા પર બની રહે. હું પૂર્વા મંત્રીને આ ગરબાને ગાવા અને તેમની મધુર પ્રસ્તુતિ આપવા માટે ધન્યવાદ આપું છું.”
- Advertisement -
નવરાત્રીના પાવન અવસર પર પ્રધાનંત્રી દ્વારા લખવામાં આવેલા ગરબા ગીત #AavatiKalayમાં દુર્ગાની ભક્તિમાં એક અનોખી પહેલ છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ગરબાની ચર્ચા થઈ રહી છે અને લોકો તેને ખૂબ જ ઉત્સાહથી સાંભળીને શેર કરી રહ્યા છે.
કોણ છે પૂર્વા મંત્રી?
પૂર્વા મંત્રી મુંબઈમાં જન્મી એક ખૂબ જ ફેમસ ગાયિકા છે. તેમણે નવરાત્રીના અવસર પર PM મોદી દ્વારા લખેલા ગરબા ગીતને ગાઈને બધાનું દિલ જીતી લીધુ છે. તેમણે, ‘રાંઝણ વે’, ‘યારા વે’, અને ‘દિલરૂબા’ જેવા ઘણા હિટ ગીત ગાયા છે. જે દર્શકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય થયા છે.