ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં ચાલુ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. તા.27 અને 28 ઓગસ્ટે મોદી અમદાવાદ અને કચ્છમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમ જાણવા મસળી રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય નેતાઓની ગુજરાતમાં આવન જાવન વધતી જોવા મળી રહી છે. આ વચ્ચે ફરી એકવાર વડાપ્રધાન મોદી મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાંના સમાચારો મળી રહ્યા છે. વડાપ્રધાનનો 27 ઓગસ્ટની સાંજે અમદાવાદમાં કાર્યક્રમ છે જયારે 28 ઓગસ્ટના કચ્છમાં જનસભાને સંબોધશે. જો કે આ વખતની મુલાકાતનું તેમનું સીધુ ફોક્સ કચ્છ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. અગાઉ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ ભારે વરસાદના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીના ગુજરાત આગમનને લઇને તંત્ર દ્વારા તૈયારીઓ પણ આરંભી દેવાઇ છે. તો બીજી તરફ વડાપ્રધાન મોદીની ગુજરાતની મુલાકાતને લઇને ભાજપના કાર્યકરોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.