પીએમ મોદીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ બ્રિક્સ દેશો પર નિશાન સાધ્યું છે અને અમેરિકન રાષ્ટ્રપતિ દાવો કરે છે કે તે એક એવું જૂથ છે જે ડોલરના વર્ચસ્વને પડકારે છે.
પીએમ મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી SCO સમિટ માટે તિયાનજિનની મુલાકાત લેશે
- Advertisement -
રશિયાના તેલ આયાત પર બ્રિક્સની અમેરિકાની ટીકા વચ્ચે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે વર્ષ 2018 અને 2019માં ચીનની મુલાકાતે ગયા હતા, તે બાદ ક્યારેય ચીન નથી ગયા. જોકે ઓક્ટોબર 2024ના રોજ કઝાનમાં યોજાયેલ બ્રિક્સ સમિટમાં મોદી ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા હતા. હવે તેઓ ફરી જિનપિંગ સાથે મુલાકાત કરે તેવી શક્યતાઓ છે. જોકે મોદી ચીન જશે કે કેમ તેને લઇને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઇ જ માહિતી જાહેર કરવામાં આવી નથી. એવા અહેવાલો છે કે મોદી સૌથી પહેલા ૨૯મી ઓગસ્ટના રોજ જાપાનની મુલાકાતે જશે. જે બાદ તેઓ શાંઘાઇ સમિટમાં ભાગ લેવા ચીન જશે.
તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત, રશિયા અને ચીન ત્રણેય દેશોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભારત અને રશિયા વચ્ચે મિત્રતાભર્યા સંબંધો છે, એવામાં ભારત અને ચીન વચ્ચે પણ સંબંધોમાં સુધારો આવવાની આશા છે. ચીનમાં યોજાનારી શાંઘાઇ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રમુખ શી જિનપિંગની સાથે રશિયાના પ્રમુખ પુતિન સાથે જોવા મળશે. જે આડકતરી રીતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને એક આકરો સંદેશો માનવામાં આવી શકે છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ ભારતને રશિયા પાસેથી ઓઇલની ખરીદી ના કરવા ધમકી આપી રહ્યા છે. ભારતે ટ્રમ્પને તેનો આકરો જવાબ આપી દીધો છે.
- Advertisement -
નોંધનીય છે કે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2015માં સત્તાવાર રીતે ચીનની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે બેજિંગ, શાંઘાઇ અને શિયાનની મુલાકાત લીધી હતી. જે બાદ સપ્ટેમ્બર 2016ના રોજ બીજી વખત તેઓ ચીન ગયા હતા અને G-20 સમિટમાં ભાગ લીધો હતો. ત્રીજી મુલાકાત 2017માં થઇ હતી, ત્યારે મોદીએ બ્રિક્સ સમિટમાં ભાગ લીધો હતો. તે પછી 2018 અને 2019માં મુલાકાત લીધી હતી. એટલે કે છેલ્લા 11 વર્ષમાં વડાપ્રધાન મોદી છઠ્ઠી વખત ચીનની મુલાકાતે જઇ શકે છે.