વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફની વચ્ચે આવતા મહિને ઉજબેકિસ્તાનમાં થનારી શાંઘાઇ કોઓપરેશન ઓર્ગનાઇઝેશન(SCO)ની બેઠક દરમ્યાન મુલાકાત થઇ શકે છે.
એક રિપોર્ટ અનુસાર, SCO શિખર સંમ્મલેન 15 અને 16 સપ્ટેમ્બરના બેઠકનું આયોજન કર્યુ છે, જ્યાં સંગઠનનના નેતા વિવિધ ક્ષેત્રીય પડકારો પર ચર્ચા કરવા માટે એક સાથે બેઠક કરશે. સમરકંદમાં થનારી આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્હાલદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ હાજર રહેશે.
- Advertisement -
શહબાઝ શરીફ વડાપ્રધાન મોદી સાથે કરશે મુલાકાત
શહબાજ શરીફના સંમ્મેલનમાં ચીન, રશિયા, ઇરાનના રાષ્ટ્રપતિઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરી શકે છે. જયારે, રશિયા- યુક્રેન પુતિન અને ગલવાન ઘાટીની ઘટના પછી શી જિનપિંગ સાથે પણ વડાપ્રધાન મોદી મુલાકાત કરી શકે છે.