વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં 86 લાખથી વધારે ખેડૂતોને લાભ પહોંચાડવાના ઉદેશ્યથી 7500 કરોડ રૂપિયાથી પરિયોજનાઓ શરૂ કરશે. એક અધિકારીક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મોદી શિરડીમાં પ્રસિદ્ધ શ્રી સાંઇબાબા મંદિરમાં પૂજા- અર્ચના પછી તેના નવા દર્શન પરિસરનું ઉદ્ધાટન કરશે. ત્યાર બાદ તેઓ નિલવંડે બાંધના જળનું પૂજન કરશે અને બાંધની નહેર નેટવર્કને રાષ્ટ્રને સમર્પિત કરશે અને ત્યાર બાદ 7500 કરોડ રૂપિયાની કેટલીય વિકાસ પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવા અને શિલાન્યાસ માટે શિરડીના એક સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લેશે.
Will be in Shirdi, Maharashtra. After praying at the Shri Saibaba Samadhi Temple, I will take part in a public meeting, where development works worth over Rs. 7500 crores would either be inaugurated or their foundation stones would be laid. These works are from key sectors like…
- Advertisement -
— Narendra Modi (@narendramodi) October 26, 2023
વડાપ્રધાન મોદી ગોવામાં રાષ્ટ્રીય રમતનું ઉદ્ધાટન કરશે
વડાપ્રધાન મોદી આજે ગોવાના ફતોર્દામાં 37મી રાષ્ટ્રીય રમતનું ઉદ્ધાટન કરશે. 26 ઓક્ટમ્બરથી 9 નવેમ્બર સુધી ચાલનારા આ રમત મેળામાં 10000 રમતવીરો ભાગ લેશે. ગોવામાં જન્મનાર મૂળે ભારતીય વિંડ સર્ફર કાત્યા ઇડા કોએલ્હો વડાપ્રધાનને મશાલ સોંપશે.
- Advertisement -
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ફતોર્દાએ જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં 5 કલાક સુધી ચાલનારા ભવ્ય ઉદ્ધાટન સમારોહમાં સુખવિંદર સિંહ અને હેમા સરદેસાઇ સહિત પ્રસિદ્ધ કલાકાર પ્રદર્શન કરશે. 28 ટીમોના એથલીડ પરંડમાં ભાગ લેશે. સમારોહ રાષ્ટ્રીય એકતાની થીમ પર આધારીત હશે.
Today evening, I will be in Goa to inaugurate the 37th National Games. These games will further sportsmanship and unity, bringing together athletes from across the nation. I am confident the games will celebrate talent, hard work and the love for sports!
— Narendra Modi (@narendramodi) October 26, 2023
ઇન્ડિયા મોબાઇલ કોંગ્રસ કાલે કરશે ઉદ્ધાટન
ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગના દેશના સૌથી મોટા કાર્યક્રમ ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ત્રણ દિવસીય આ કાર્યક્રમની શરૂઆત 27 ઓક્ટોમ્બરથી નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં થશે, જેમાં 31 દેશો સામેલ થશે. ટેલિકોમ્યુનિકેશન ઉદ્યોગના સોશ્યલ મીડિયા પર જણાવ્યું કે, આ કાર્યક્રમમાં 1 લાખથી વધારે ભાગીદારો હશે. 1300થી વધારે પ્રતિનિધિ અને 400થી વધારે વક્તા હશે. 225 પ્રદર્શન લગાવનારા અને 400થી વધારે સ્ટાર્ટઅપ સામેલ થઇ શકે છે.