વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના કાર્યક્રમ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેન પીએમ સંસ્કારીનગરીની મુલાકાતે છે. ત્યારે ટ્રાફિકને અડચણરૂપ ન થાય તેના માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને વૈકલ્પિક વ્યવસ્થા સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા સ્પેનના પીએમ પેડ્રો સાચે જ 27 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરના ITC વેલકમ હોટલ અલકાપુરી તથા સાંઇદિપનગર ટાટા એરક્રાફ્ટ સ્ટેશન તથા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે પધારવાના છે. એરપોર્ટ ખાતે આવ્યા બાદ તેઓ હરણી એરપોર્ટથી નિકળી એરપોર્ટ સર્કલથી અમિતનગર બ્રિજ ઉપર, એલ એન્ડ ટી સર્કલ, ઇ.એમઇ સર્કલ, ફતેગંજ બ્રિજ ઉપર પંડયા બ્રિજ ઉપર અટલ બ્રિજ ઉપર જી.ઇ.બી સર્કલથી નીચે ઉતરી ડાબી બાજુ વળી એકસપ્રેસ હોટલ ચાર રસ્તાથી યુ ર્ટન લઇ ITC વેલકમ હોટલ,અલકાપુરી આવશે.
- Advertisement -
ત્યારબાદ ITC વેલકમ હોટલથી હરણી એરપોર્ટ જનાર છે. આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચાર- રીતે ચાવે તે હેતુથી નો-પાર્કિંગ અને નો એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું સુરક્ષા માટે બહાર પાડવાની જરૂર છે. આથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર 27ઓક્ટોબર સવારના 22થી રાત્રી કલાક 3 તથા 28 ઓક્ટોબર સવારના 6 વાગ્યાથી કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.