પ્રધાનમંત્રી મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. તેમના સ્વાગત માટે સીએમ યોગી એરપોર્ટ પર હાજર છે. આજે પ્રધાનમંત્રી મોદી મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ગયા છે. આ પ્રસંગે, તેઓ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન અને માતા ગંગાની પૂજા કરી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીની પ્રયાગરાજ મુલાકાત માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. માહિતી અનુસાર, પીએમ મોદી સાથે બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક સહિત રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ હાજર હતા.
- Advertisement -
PM મોદીની મુલાકાત પહેલા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી હતી. મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG એ જવાબદારી સંભાળી લીધી હતી. આ ઉપરાંત હવાઈ, જળ અને માર્ગ કાફલાના રિહર્સલ પણ પૂર્ણ થઈ ગયા છે.
નોંધનીય છે કે, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, યુપીના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા દેશોના પ્રતિનિધિઓએ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી છે.
વડાપ્રધાન મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બોટમાં સવાર થઇને ગંગા,યમુના અને સરસ્વતી નદીના પવિત્ર સંગમ પર પહોંચ્યા હતા.
- Advertisement -
1 ફેબ્રુઆરીના રોજ, 77 દેશોના પ્રતિનિધિમંડળોએ ડૂબકી લગાવી
ત્રણ દિવસ પહેલા, 1 ફેબ્રુઆરીના રોજ, 77 દેશોના 118 સભ્યોના પ્રતિનિધિમંડળે મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આમાં ઘણા દેશોના રાજદ્વારીઓ અને તેમના પરિવારો શામેલ હતા. મહાકુંભમાં ડૂબકી લગાવનારા 77 દેશોમાં રશિયા, મલેશિયા, બોલિવિયા, ઝિમ્બાબ્વે, લાતવિયા, ઉરુગ્વે, નેધરલેન્ડ, મંગોલિયા, ઇટાલી, જાપાન, જર્મની, જમૈકા, યુએસ, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્વીડન, પોલેન્ડ, કેમરૂન, યુક્રેન, સ્લોવેનિયા અને આર્જેન્ટિના. રાજદ્વારીઓ સામેલ છે. ઉત્તર પ્રદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજદ્વારીઓએ મુલાકાત માટે કરવામાં આવેલી વ્યવસ્થા પર ખુશી વ્યક્ત કરી હતી.
મહત્ત્વપૂર્ણ છે કે 13 જાન્યુઆરીએ મહાકુંભ 2025નો પ્રારંભ થયો હતો અને આ 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ચાલવાનો છે. વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આયોજન માનવામાં આવે છે જેમાં વિશ્વભરના શ્રદ્ધાળું સામેલ થઇ રહ્યાં છે. સંગમમાં અત્યાર સુધી 38 કરોડથી વધુ શ્રદ્ધાળું સ્નાન કરી ચુક્યા છે.