વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ દેશના જવાનો સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવા આ વર્ષે પણ ફરી કારગિલ પહોંચ્યા છે. જ્યાં તેઓ દિવાળીની ઉજવણી કરશે.
વડાપ્રધાન મોદી 2014થી દર વર્ષે દેશના જવાનો સાથે જ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા કારગિલ પહોંચ્યા છે.
- Advertisement -
વધુમાં વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી ખુશી અને તેજ સાથે જોડાયેલી છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદભુત હોય.’
Prime Minister Narendra Modi has landed in Kargil, where he will celebrate #Diwali with soldiers: PMO pic.twitter.com/9M4eqfgEly
— ANI (@ANI) October 24, 2022
- Advertisement -
વડાપ્રધાન મોદી સેનાને માને છે પરિવાર
પીએમ મોદી કહે છે કે સેનાના જવાનોના કારણે આપણે આપણા ઘરે સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ. જો તેઓ બોર્ડર પર તૈનાત ન હોત તો કદાચ આપણે આપણા ઘરોમાં નિર્ભયતાથી દીવાને ન પ્રગટાવી શકેત અને આપણે આ રીતે તહેવાર પણ ન મનાવી શકેત. દિવાળી પર આપણને મળતી દરેક ખુશીની પાછળ ક્યાંક ને ક્યાંક જવાનોનું બલિદાન હોય છે. એટલા માટે પીએમ મોદી સેનાને પોતાનો પરિવાર માને છે અને દરેક વખતે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવવા તેમના કેમ્પમાં જાય છે. પીએમ મોદી 2014થી સતત સેના સાથે દિવાળીની ઉજવણી કરે છે.
दीपावली की आप सभी को ढेरों शुभकामनाएं। प्रकाश का यह पर्व हर किसी के जीवन में खुशियां और उत्तम स्वास्थ्य लेकर आए।
— Narendra Modi (@narendramodi) October 24, 2022
દર વર્ષે અલગ-અલગ જગ્યાએ મનાવે છે દિવાળી
પીએમ મોદી દિવાળીની ઉજવણી માટે દેશની વિવિધ સરહદોની મુલાકાત લે છે. ક્યારેક તેઓ પાકિસ્તાનની સરહદ પર હોય છે તો ક્યારેક ચીનની સરહદે આવેલા વિસ્તારોમાં. જે વર્ષ 2014થી સતત ચાલુ છે.
– વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત 2014 તેમણે સિયાચીનમાં સેનાની સાથે દિવાળી મનાવી હતી, જ્યાં શિયાળામાં તાપમાન માઈનસ 40 ડિગ્રી થઈ જાય છે.
– આ પછી વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબ સાથેની પાકિસ્તાન સરહદ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
– ત્યારબાદ 2016માં તેમણે હિમાચલ પ્રદેશમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
– વર્ષ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં BSF અને આર્મીના જવાનો સાથે દિવાળી માનવી હતી.
– પીએમ મોદીએ વર્ષ 2018માં ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ITBP અને આર્મીના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
– જે બાદ વર્ષ 2019માં વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં દિવાળીની ઉજવણી કરી.
– વર્ષ 2020માં તેઓ રાજસ્થાનના જેસલમેરમાં જવાનો સાથે દિવાળીના કાર્યક્રમમાં સામેલ થયા હતા.
– ત્યારબાદ 2021માં તેમણે જમ્મુ-કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી. આ રીતે પીએમ મોદી દર વર્ષે દિવાળી સેનાના જવાનો સાથે મનાવે છે.
Jammu and Kashmir | Indian Army soldiers posted along the Line of Control (LoC) in the Akhnoor sector burst crackers & lit earthen lamps as #Diwali festivities began with Dhanteras yesterday pic.twitter.com/ekmaKMJiJr
— ANI (@ANI) October 22, 2022
અમે બોર્ડર પર ઉભા છીએ, તમે ખુશીથી દિવાળી મનાવો: દેશના જવાનો
આખો દેશ જ્યારે દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આપણા ભારતીય સેનાના જવાનો આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની સુરક્ષા કરી ઘરથી દૂર તહેવાર મનાવી રહ્યાં છે. ત્યારે ભારતીય સેનાના જવાનોએ જમ્મુમાં LOC પર દિવાળી મનાવી દેશવાસીઓને શુભેચ્છાઓ આપી. આ સાથે તેમણે કહ્યું કે તમારે ગભરાવવાની અને ચિંતા કરવાની જરૂર નથી. અમે બોર્ડર પર ઉભા છીએ. તમે ખુશીથી દિવાળી મનાવો.