વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ત્યારે શરૂ કરાવનાર વાયબ્રન્ટ ગુજરાતની 10 મી આવૃત્તિ 10 જાન્યુઆરી થી શરુ થાય છે. તે પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 8 જાન્યુઆરીના રોજ રાત્રે 8 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે, ત્યારબાદ રાજ ભવન પહોંચશે જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાન મોદી માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
9 અને 10 જાન્યુઆરીના કાર્યક્રમોની વણઝાર
વડાપ્રધાન મોદી 9 તારીખના સવારે 9 કલાકે મહાત્મા મંદિર પહોંચશે, અન્ય દેશો જેમકે ચેક રિપબ્લિક, મોઝામ્બિકના રાષ્ટ્ર વડાને મળશે. ત્યારબાદ તેઓ બપોરે 2 કલાકે રાજ ભવન પહોંચશે જ્યાં ભોજન લીધા બાદ બપોરે 3 કલાકે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરશે.
- Advertisement -
ગ્લોબલ ટ્રેડ શો ભારતનો સૌથી મોટો એક્સ્પો થઈ રહ્યો છે. વડાપ્રધાન સાંજે 5 કલાકે UAE ના રાષ્ટ્રપતિનું એરપોર્ટ પર સ્વાગત કરશે, ત્યારબાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી જે રોડ શો યોજવાનો હતો તે રદ કરાયો છે, હવે બને નેતાઓ સીધા હોટલ લીલા જશે.
10 જાન્યુઆરીના સવારે 9.45 કલાકે મહાત્મા મંદિર જશે જ્યાં વાયબ્રન્ટ ગુજરાત 2024નું ઉદ્ઘાટન કરશે. વાયબ્રન્ટ ગુજરાતની 10 મી આવૃત્તિમાં ગેટવે ટુ ધી ફ્યુચર થીમ છે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર આ સમિટમાં ચાર દશોના વડા, 15 દેશોના મંત્રી – ગવર્નર, દેશના ટોચના ઉદ્યોગપતિ, સહિત અનેક લોકો હાજર રહેશે.
આ સમિટ બપોરે 1 કલાકે પૂરી થશે અને લંચ લેવામાં આવશે. લંચમાં ટેસ્ટ ઓફ ભારત થીમ છે. જેમાં વિવિધ પ્રકારની ભારતીય વેરાયટી રાખવામાં આવી છે. વડાપ્રધાન મોદી બપોરે 2 કલાકે ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિનટેક શોનો પ્રારંભ કરાવશે, જ્યાં ગ્લોબલ ટોપ 20 કંપનીના સીઈઓ હાજર રહેશે. ત્યારબાદ સાંજે 5 કલાકે ગિફ્ટ સિટીમાં ઓસ્ટ્રેલિયા યુનિ.નું ઉદઘાટન કરશે. આ ઉદઘાટન પ્રસંગ બાદ તેઓ રાત્રે 8 કલાકે દિલ્હી જવા રવાના થશે.
- Advertisement -
લોકસભા ચૂંટણી અંતર્ગત નેતાઓ સાથે ચર્ચા
ઉલ્લેખનિય છે કે આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણી માટે હવે ફકત ત્રણ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાતની મુલાકાતે આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના રાજકારણ વિશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના પ્રદેશના નેતાઓએ સાથે વાતચીત કરશે.