મારા મિત્ર રાષ્ટ્રપતિ ઝાયદનું વિઝન છે, વી આર ઓલ બ્રધર્સ: સમારોહમાં અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી સહિત બોલિવુડની સેલિબ્રિટીઓની હાજરી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન મોદીએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-મહંતો પદાધિકારીઓની હાજરીમાં જણાવ્યું હતું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ઝાયદનું વિઝન છે વી આર ઓલ બ્રધર્સ. તેમણે અબૂ ધાબીમાં હાઉસ ઓફ અબ્રાહમ ફેમિલી બનાવ્યું છે. અબૂ ધાબીમાં ભગવાન સ્વામીનારાયણ મંદિર વિવિધતામાં એકતાના તે વિચારને વિસ્તૃત કરે છે. આજે આ ભવ્ય જગ્યાએથી હું એક વધુ ખુશખબરી આપવા માંગુ છું. આજે સવારે યુએઈના ઉપરાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન રાશિદે દુબઈમાં ભારતીય શ્રમિકો માટે એક હોસ્પિટલ બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી છે. હું તેમનો અને મારા ભાઈ રાષ્ટ્રપતિ નાહયાનનો હ્વદયથી આભાર વ્યક્ત કરું છું. વડાપ્રધાન મોદીએ કહ્યું- પરમાત્માએ જે શરીર આપ્યું છે તેના કણ કણમાં માત્ર અને માત્ર માં ભારતી માટે છે. 140 કરોડ દેશવાસીઓ મારા આરાધ્ય દેવ છે. અબૂ ધાબીમાં આ મંદિરનો સાક્ષી બન્યો છું. સાથીઓ, આપણાં વેદોએ કહ્યું છે કે- એકમ સત્ય, વિપ્રા બહુધ વદંતિ અર્થાત એક જ ઈશ્ર્વરને એક જ સત્યના વિદ્વાન લોકો અલગ અલગ રીતે જણાવે છે. આ દર્શન ભારતની મૂળ ચેતનાનો ભાગ છે.
- Advertisement -
UAE બુર્જ ખલીફા માટે જ નહીં, હિન્દુ મંદિર માટે પણ ઓળખાશે
વડાપ્રધાને કહ્યું કે યુએઈ અત્યાર સુધી બુર્જ ખલીફા અને ઝાયદ મસ્જિદ માટે ઓળખાતું હતું. હવે તેની ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક અધ્યાય જોડાઈ ગયો છે. હવે ઞઅઊને હિન્દુ મંદિર માટે પણ ઓળખવામાં આવશે. મને વિશ્ર્વાસ છે કે આવનારા વર્ષોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે. અહીં ભારતીય આવતા લોકોની સંખ્યા વધશે અને પીપલ ટૂ પીપલ કનેક્ટ પણ વધશે.
- Advertisement -
UAEએ આજે ઈતિહાસ રચી દીધો
પીએમ નરેન્દ્ર મોદીએ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન બાદ કહ્યું કે આજે યુએઈએ ઈતિહાસ રચી દીધો છે. તેમાં વર્ષોની મહેનત જોડાયેલી છે. વડાપ્રધાન મોદીએ ગર્ભગૃહમાં ગયા અને પ્રત્યેક દેવતાની મૂર્તિ પર પુષ્પાંજલિ અર્પિત કર્યાં. જે બાદ મહંત સ્વામીના આશીર્વાદ લીધા.