મહાત્મા મંદિર ખાતે ડિજિટલ ઇન્ડિયા વિકનું ઉદ્દઘાટન કરશે
કલાક રોકાણ લંબાવ્યું, નેતાઓને મળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર કલાકના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મહાત્મા મંદિર ખાતે ડીજીટલ ઇન્ડીયા વિકનું ઉદ્દઘાટન કરશે. રાજભવન ખાતે રોકાણ એક કલાક લંબાવવામાં આવ્યું છે. એટલે ભાજપના નેતાઓ સાથે બેઠક પણ કરે તેવી સંભાવના છે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 4 થી 6 જુલાઈ દરમિયાન ડીજીટલ ઇન્ડીયા વિકનું આયોજન કરવામાં આવ્યું છે.
જેનું ઉદ્દઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. નવભારત પ્રૌદ્યોગિક પ્રેરણાનો વિષય-થીમ પર ડીજીટલ ઇન્ડીયા વિક રાખવામાં આવી છે. કાર્યક્રમમાં અનેક ઇવેન્ટ સામેલ કરવામાં આવ્યા છે. એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે જેમાં આધાર, યુપીઆઈ, કો-વિન,ડીજીલોકર જેવા ડીજીટલ પ્લેટફોર્મથી થતા લાભોલાભ સમજાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 7 થી 9 જુલાઈ દરમ્યાન ભારતીય યુનિફોર્મ તથા સ્ટાર્ટઅપ દ્વારા વિકસીત વિભિન્ન ટેકનોલોજી આદારિત સોલ્યુશન પણ વર્ચ્યુઅલી આયોજીત થનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્ર્વીની વૈષ્ણવ, આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર પણ હાજરી આપશે. વડાપ્રધાન મોદીના હસ્તે ઇન્ડીયા ટેક ગ્લોબલ, આઈસ્કીમ મેરી પહેચાન, ડીજીટલ ઇન્ડીયા જેનેસિસ્ટ, ડીજીટલ ઇન્ડીયા ભાષીણી, ચિપ્સ ટુ સ્ટાર્ટઅપનું પણ ઉદ્દઘાટન કરશે.



