મોરબીમાં એકસાથે દુર્ઘટનામાં 140થી વધારે જિંદગીઓ તૂટી, વડાપ્રધાન મોદી થયા ઈમોશનલ
વડાપ્રધાન મોદી થયા ભાવુક
હું એકતા નગરમાં છું પણ મારુ મન મોરબીના પીડિતો સાથે જોડાયેલું છે આટલું કહેતા જ વડાપ્રધાન મોદીનો અવાજ રૂંધાયો હતો અને તેમણે કહ્યું કે આવી પીડા મેં મારા જીવનમાં ખૂબ ઓછી અનુભવી છે. એક તરફ દર્દથી ભરાયેલ હૃદય છે અને બીજી તરફ કર્મ અને કર્તવ્યનું પથ છે, હું તમારી વચ્ચે છું પણ કરુણાથી ભરાયેલું મન પીડિત પરિવારો સાથે છે.
- Advertisement -
પીએમ મોદીએ કહ્યું હું ભલે આજે અહિયાં તમારી વચ્ચે છું પણ મારુ મન કરુણાથી ભરાયેલું છે અને મોરબીના પીડિતોની સાથે છે. ગઇકાલથી જ મુખ્યમંત્રી મોરબીથી સતત કામ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકાર તરફથી પણ બને તેટલી મદદ કરવામાં આવી રહી છે.
સીએમ ફરી કરી રહ્યા છે બેઠક
મોરબીમાં હોનારત… દુર્ઘટના એવી કે આખા ગુજરાતની આંખોમાં આંસુ આવી ગયા. બાળકો અને મહિલાઓના મૃતદેહો જોઈ ભલભલાના કાળજા કંપી ઉઠયા, આખી રાત સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી છે. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે.
I express my condolences to families of those who lost their lives in the accident. In this hour of grief, Govt is with the bereaved families in every manner. Gujarat Govt is carrying out relief & rescue ops since yesterday. Centre too is extending all help to the State Govt: PM pic.twitter.com/mXeajUBMSb
- Advertisement -
— ANI (@ANI) October 31, 2022
મુખ્યમંત્રીએ આખી રાત નિરીક્ષણ કર્યું: સંઘવી
મોરબી દુર્ઘટના મામલે સોમવારે ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે મુખ્યમંત્રી મોડી રાતે મોરબી પહોંચ્યા અને તે બાદ તેમણે પહેલા ઘટનાસ્થળની મુલાકાત લીધી અને તે બાદ હોસ્પિટલમાં પીડિતો સાથે સંવાદ કર્યો, તે બાદથી જ તેઓ કલેકટર કચેરીથી સતત રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આટલું જ નહીં આખી રાતે PMO ની એક ટીમ પણ તમામ કામો પર નિરીક્ષણ રાખી જરૂરી પગલાં લઈ રહી હતી.
અત્યાર સુધીના તમામ અપડેટ:
– મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં દુર્ઘટના: અત્યાર સુધીમાં 141 લોકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ
– ઘટનાની જાણ થયા બાદ PM મોદીએ CM ભૂપેન્દ્ર પટેલ સાથે જ્યારે ગૃહમંત્રી અમિત શાહે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી વાતચીત
– CM ભૂપેન્દ્ર પટેલ તમામ કાર્યક્રમો રદ્દ કરી મોરબી પહોંચ્યા, આખી રાત રેસ્ક્યૂ કામોને લઈ કર્યા પ્રયાસ
– આખી રાત સેનાની ટુકડીઑ, NDRF-SDRF ની મદદથી કરવામાં આવ્યું રેસ્ક્યૂ ઓપરેશન
– મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે 2 લાખ અને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયાના વળતરની કરી જાહેરાત
– તંત્રએ જાહેર કર્યો હેલ્પલાઈન નંબર: 02822 243300
– મુખ્યમંત્રીએ 5 સભ્યોની હાઈપાવર કમિટીનું કર્યું ગઠન, રાત્રે 2 વાગ્યાથી જ તપાસનો ધમધમાટ શરૂ
– દુર્ઘટનાને ધ્યાને રાખી PM મોદીએ રોડ શો તથા સ્નેહમિલનના કાર્યક્રમ કર્યા રદ્દ, ગુજરાતભરમાં અનેક સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમ રદ્દ કરી દેવામાં આવ્યા
– જવાબદારો સામે કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો