બ્રિક્સ સંમેલન અને ગ્રીસ પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સીધા બેંગલુરુ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોની સાથે મુલાકાત કરી અને તેઓને અભિનંદન પાઠવ્યા.
ગ્રીસથી સ્વદેશ પરત આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શૉ કરીને બેંગલુરુ ખાતે આવેલા ઈસરો હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીએ સૌથી પહેલા ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોના ચીફ એસ.સોમનાથ અને ટીમના અન્ય વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટના રોજ ચંદ્રયાન 3ના સફળ લેન્ડિંગ માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક મિશન કંટ્રોલ કોમ્પ્લેક્સ ખાતે થઈ. આ પછી ઈસરોના ચીફ એસ. સોમનાથે પીએમ મોદીને ચંદ્રયાન 3 મિશન વિશે સમગ્ર જાણકારી આપી. તેમણે એ પણ જણાવ્યું કે, લેન્ડર અને રોવર કેવી રીતે કામ કરી રહ્યા છે અને તેઓ આગળ શું કરશે.
- Advertisement -
#WATCH | Prime Minister Narendra Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/IO3YxuV4JE
— ANI (@ANI) August 26, 2023
- Advertisement -
મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોએ કર્યું પીએમ મોદીનું સ્વાગત
જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસરોના કમાન્ડ સેન્ટરના મીટિંગ હોલમાં પહોંચ્યા. આ મિશનમાં સામેલ વૈજ્ઞાનિકો પણ હાજર હતા. જેઓએે મીટિંગ હોલમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. અહીં પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને સંબોધતા ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગને ઐતિહાસિક ગણાવ્યું હતું.
#WATCH | Bengaluru: Prime Minister Narendra Modi congratulates scientists of the ISRO team for the successful landing of Chandrayaan-3 on the Moon pic.twitter.com/xh7jDWdN4b
— ANI (@ANI) August 26, 2023
અચાનક જ ભાવુક થઈ ગયા વડાપ્રધાન મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, હું સાઉથ આફ્રિકામાં હતો અને પછી ગ્રીસ ગયો પણ મારુ મન તો તમારી સાથે જ હતું. તેઓએ હસતાં હસતાં કહ્યું કે, ક્યારેક તો લાગે છે કે તમારી સાથે હું અન્યાય કરું છું, કારણ કે ઉત્સાહ મારો છે ને ભોગવવું તમારે પડે છે. આજે પણ આટલી સવાર સવારમાં મેં તમને બધાને બોલાવી લીધા, તમને તકલીફ પડી હશે, પણ મને એમ હતું કે વહેલામાં વહેલી તકે અહીં આવીને તમને નમન કરું. જે બાદ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા પીએમ મોદી અચાનક ભાવુંક થઈ ગયા. તેઓએ ચંદ્રયાન 3 મિશનમાં સામેલ વૈજ્ઞાનિકોને નમન કર્યું.
#WATCH | "Today, I am feeling a different level of happiness…such occasions are very rare…this time, I was so restless…I was in South Africa but my mind was with you: PM Modi at ISRO Telemetry Tracking & Command Network Mission Control Complex in Bengaluru pic.twitter.com/j1qmx7jGTp
— ANI (@ANI) August 26, 2023
મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું: વડાપ્રધાન મોદી
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં માત્ર ભારતની જ વાત થઈ રહી છે. આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી. આપણે જે કર્યું છે, તે આ પહેલા કોઈ કરી શક્યું નથી. આજનું ભારત નિર્ભય અને લડાયક છે. જ્યારે ટચ ડાઉન કંફોર્મ થયું ત્યારે દેશના લોકો ઉછળવા કૂદવા લાગ્યા. દરેક ભારતીય અનુભવી રહ્યા છે કે આ સફળતા તેમની પોતાની છે. આજે પણ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. મારા દેશના વૈજ્ઞાનિકોએ આ શક્ય બનાવ્યું છે. આજે હું તમારા લોકોની જેટલી પ્રશંસા કરું એટલી ઓછી છે.
#WATCH | Bengaluru: I wanted to meet you as soon as possible and salute you…salute your efforts…": PM Modi gets emotional while addressing the ISRO scientists pic.twitter.com/R2BsyyPiNc
— ANI (@ANI) August 26, 2023
ચંદ્રયાન-3ની સફળતા પર દેશને ગર્વઃ વડાપ્રધાન મોદી
પીએમ મોદીએ કહ્યું કે ચંદ્રયાન-3ની સફળતા પર દેશને ગર્વ છે. વૈજ્ઞાનિકોનો જુસ્સો પ્રેરણાદાયી છે. આ દરમિયાન તેમણે સ્લોગન આપ્યું- જય જવાન, જય વિજ્ઞાન, જય અનુસંધાન. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેં ઈસરોના વૈજ્ઞાનિકોને કહ્યું હતું કે જ્યારે હું બેંગલુરુ આવીશ ત્યારે તમને મળવા ચોક્કસ આવીશ. મારું મન તમારી પાસે આવવા માટે ખૂબ ઉત્સુક હતું.
#WATCH | Karnataka | Prime Minister Narendra Modi says, "…Meri aakhon ke saamne 23 August ka vo din vo ek ek second baar baar ghoom raha hai…" pic.twitter.com/plEnT9q5ro
— ANI (@ANI) August 26, 2023
ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા વડાપ્રધાન મોદી
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દેશોનો પ્રવાસ પૂર્ણ કરીને શનિવારે સ્વદેશ પરત ફર્યા હતા. તેઓ ગ્રીસથી સીધા બેંગ્લોર પહોંચ્યા હતા. તેમનું પ્લેન સવારે 6 વાગ્યે HAL એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીંથી પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર પહોંચશે અને સવારે લગભગ 7.30 વાગ્યે ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલનાર વૈજ્ઞાનિકોની ટીમ સાથે મુલાકાત કરશે. એરપોર્ટથી રવાના થતા પહેલા પીએમ મોદીએ સ્વાગતમાં ઉભેલા લોકોને સંબોધિત પણ કર્યા હતા. અહીં પીએમએ જય જવાન, જય કિસાન, જય અનુસંધાનનો નારો આપ્યો હતો. જે બાદ પીએમ મોદી ઇસરો હેડક્વાર્ટર જવા માટે એરપોર્ટથી રવાના થયા હતા.
Chandrayaan-3: PM meets scientists behind successful lunar landing, hugs ISRO chief Somanath
Read @ANI Story | https://t.co/0yHqPespMa#Chandrayaan3 #PMModi #ISRO pic.twitter.com/0VzGoZoZtG
— ANI Digital (@ani_digital) August 26, 2023
એરપોર્ટથી ઈસરો હેડક્વાર્ટર સુધી કર્યો રોડ શૉ
જે બાદ પીએમ મોદીએ બેંગલુરુમાં રોડ શૉ કર્યો. તેમને જોવા માટે રસ્તાઓ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોના હાથમાં તિરંગા અને પીએમ મોદીની તસવીરોવાળા પોસ્ટરો હતા. આ દરમિયાન રસ્તાઓ મોદી-મોદીના નારાથી ગુંજી ઊઠ્યા હતા.