INS Vikrant દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે. જે નૌસેનાને સોંપાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલુ સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાજ INS Vikrant નૌસેનાને સોંપી દીધું છે. INS Vikrantની ખાસિયત e છે કે આ એક સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેને 2009માં બનાવવાનું શરુ કરવામાં આવ્યું હતું. હવે 13 વર્ષ બાદ આ નૌસેનાને મળ્યું છે. નૌસેનાનું નવું Ensign વસાહતી ભૂતકાળથી દૂર અને ભારતીય મેરીટાઇમ હેરિટેજથી ભરપૂર છે.
- Advertisement -
20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે આ એરક્રાફ્ટ કેરિયર
આશરે રૂ. 20,000 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ કેરિયરે ગયા મહિને દરિયાઈ પરીક્ષણનો ચોથો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ નૌકાદળના નાયબ વડાએ કહ્યું કે, INS વિક્રાંત માટે દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપકરણો બનાવવામાં આવ્યા છે. આ માટે અંબાલા, દમણ, કોલકાતા, જલંધર, કોટા, પુણે અને દિલ્હી જેવા શહેરોમાં પણ સાધનો બનાવવામાં આવ્યા છે. તેમણે માહિતી આપી હતી કે, INS વિક્રાંત માટે 2500 કિમી લાંબી ઇલેક્ટ્રિકલ કેબલ ભારતમાં બનાવવામાં આવી છે.
Prime Minister Narendra Modi unveils the new Naval Ensign in Kochi, Kerala.
- Advertisement -
Defence Minister Rajnath Singh, Governor Arif Mohammad Khan, CM Pinarayi Vijayan and other dignitaries are present here. pic.twitter.com/JCEMqKL4pt
— ANI (@ANI) September 2, 2022
જાણો શું છે INS વિક્રાંતની વિશેષતાઓ ?
જો તમે INS વિક્રાંતની વિશેષતા પર નજર નાખો તો તે સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 262 મીટર અને પહોળાઈ 60 મીટર છે. તેના વજનની વાત કરીએ તો તે 45 હજાર ટન વજનનું જહાજ છે. INS વિક્રાંત એકસાથે 30 ફાઈટર પ્લેન ચલાવવા માટે સક્ષમ છે. આ જહાજને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય હેઠળની જાહેર ક્ષેત્રની શિપયાર્ડ કંપની કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. વિક્રાંત અત્યાધુનિક સ્વચાલિત સુવિધાઓથી સજ્જ છે અને ભારતના દરિયાઈ ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જહાજ છે એમ નિવેદનમાં જણાવાયું છે.
પીએમએ નવા નીશાનનું કર્યું અનાવરણ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરેલામાં નૌસેનાનાં નવા નિશાનનું અનાવરણ કર્યું છે. રક્ષામંત્રી રાજ્નાથી સિંહ, રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનારાઈ વિજયન સહીત અન્ય સૈન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
#WATCH live via ANI FB | Commissioning ceremony of the first indigenous aircraft carrier as INS Vikrant, at Cochin Shipyard Limited in Kochi, Kerala.
Prime Minister Narendra Modi to commission it into the Indian Navy shortly.
(Source: DD)https://t.co/gsnUBoGWsZ pic.twitter.com/ZuiaHGeBvJ
— ANI (@ANI) September 2, 2022
-INS વિક્રાંત દેશનું પહેલું સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે
-INS વિક્રાંતનાં નિર્માણ પછી ભારતને દુનિયાનાં એવા 6 દેશોમાં સ્થાન મળ્યું છે
-અમેરિકા, રશિયા, ચીન, ફ્રાંસ, ઇંગ્લૈંડ સહિત ભારતનું નામ પણ સામેલ થયું છે
-INS વિક્રાંત પર 30 એરક્રાફ્ટ, 20 ફાઇટર પ્લેન અને 10 હેલિકોપ્ટર રાખવાની ક્ષમતા
-INS વિક્રાંત પર અમેરિકન F-18A સુપર હોર્નેટ અને રાફેલની પણ ઊડાન ભરવા સક્ષમ
-વિક્રાંતની ટોપ સ્પીડ 28 નૉટ્સ છે અને એકવારમાં 7500 નૉટિકલ મીલ સુધી જઈ શકે છે
-દાખલા તરીકે INS વિક્રાંત એકવારમાં ભારતથી બ્રાઝિલ સુધી જઈ શકે છે
-વિક્રાંતનાં રનવેની લંબાઈ 262 મીટર છે
-INS વિક્રાંતની પહોળાઈ 62 મીટર અને હાઈટ 50 મીટરની છે
-INS વિક્રાંતમાં 14 ડેક એટલે ફ્લોર અને 2300 કંપાર્ટમેન્ટ છેવિક્રાંત 32 મિડિયમ રેન્જ સર્ફેસ ટૂ એયર મિસાઈલ અને AK 630 તોપથી સજ્જ હશે
-INS વિક્રાંતને બનાવવા 76 ટકા સ્વદેશી સાધનોનો ઉપયોગ કરાયો
-INS વિક્રાંત પર 1500થી 1700 સૈનિકો તૈનાત રહી શકે છે
-INS વિક્રાંતને કોચીન શિપયાર્ડમાં બનાવાયું છે
-વિક્રાંતને બનાવવામાં 20 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે
-INS વિક્રાંતથી 32 બરાક-8 મિસાઇલ લોન્ચ કરી શકાય છે