નાતાલના તહેવાર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના કેથેડ્રલ ચર્ચ ઓફ ધ રિડેમ્પશન ખાતે પહોંચ્યા હતા અને સવારની પ્રાર્થનાસભામાં હાજરી આપી હતી. તેમણે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. તેઓએ ટ્વીટમાં લખ્યું કે, ‘તમામને શાંતિ, કરૂણા અને આશાના પવિત્ર ક્રિસમસની શુભકામના ઇસુ મસિહાની શિક્ષા આપણા સમાજમાં સદભાવનાને મજબુત કરતી રહેશે.’ ચર્ચમાં પ્રાર્થના કૈરેાલ ભજનનું આયેાજન થયું હતું. ચર્ચના બિશપ ડેા.પેાલ સ્વરૂપ તરફથી વડાપ્રધાન માટે વિશેષ પ્રાર્થના પણ યેાજવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી દિલ્હીના ચર્ચમાં પહોંચ્યા : પ્રાર્થનામાં સામેલ

You Might Also Like
Follow US
Find US on Social Medias


