શ્રીનગરમાં ઠેર-ઠેર તસવીરો સાથે આવકારતા પોષ્ટર: હજારો સૈનિકો સુરક્ષામાં તૈનાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કાશ્મીરના પ્રવાસે છે. આ રાજયમાં કલમ 370ની નાબુદી બાદના વડાપ્રધાનના આ પ્રથમ પ્રવાસમાં મોદી કાશ્મીર ખીણ ક્ષેત્રમાં રૂા.6400 કરોડના વિવિધ પ્રોજેકટ સહિત 43 વિકાસ કામોની આ રાજયને ભેટ આપશે તો રાજયોમાં વડાપ્રધાન શ્રીનગરમાં ઝેલમ નદી કિનારે નવનિર્મિત બક્ષી સ્ટેડીયમમાં એક વિશાળ રેલીને સંબોધન કરવાની સાથે વિદેશમાં વસતા ભારતીય સહિત વૈશ્વિક સમુદાયને ભારતની મુલાકાતે આવવા.
- Advertisement -
ખાસ કરીને પ્રવાસન સહિતના ક્ષેત્રને વિશ્વાસ રજુ કરવા માટે યલો-ઈન્ડીયા અભિયાનના પણ પ્રારંભ કારવશે. આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થનાર છે તે પુર્વે તા.20 ફેબ્રુ.ના મોદીએ જમ્મુની મુલાકાત લીધી હતી અને એક માસથી ઓછા સમયમાં જમ્મુ-કાશ્મીરનો આ બીજો પ્રયાસ છે તથા બક્ષી સ્ટેડીયમ વડાપ્રધાનની રેલીમાં હજારો કાશ્મીરીઓ હાજર રહે તેવા સંકેત છે.
#WATCH | Prime Minister Narendra Modi launches and dedicates to the nation 53 projects worth Rs 6,400 crores at Srinagar's Bakshi Stadium. pic.twitter.com/5Mfe2kRdGw
— ANI (@ANI) March 7, 2024
- Advertisement -
મોદીની મુલાકાત માટે જબરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. કાશ્મીરમાં રૂા.6400 કરોડની યોજનાઓના લોકાર્પણ સાથે અહી વિદેશમાં વસતા ભારતીયોને માટે દેખો અપના દેશ અભિયાનનો પ્રારંભ કરાવશે. જેમાં તેઓને પાંચ મિત્રો સાથે કાશ્મીર સહિત ભારતની મુલાકાત લેવા આમંત્રીત કરશે. અહી જે વિકાસ યોજનાઓને ખુલ્લી મુકનાર છે તેમાં મોટાભાગની પર્યટન સંબંધી સુવિધાઓ છે.
#WATCH | J&K: Prime Minister Narendra Modi to shortly attend the 'Viksit Bharat Viksit Jammu Kashmir' program at Srinagar's Bakshi Stadium. pic.twitter.com/Zr3JfHZjbC
— ANI (@ANI) March 7, 2024
ઉપરાજ્યપાલે પીએમ મોદીને કાશ્મીરી શાલ ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીરી શાલ ભેટ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, કેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ, રાજ્યસભા સાંસદ ગુલામ અલી ખટાના પણ હાજર છે.
#WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi distributes appointment letters at Srinagar's Bakshi Stadium. pic.twitter.com/mt35gQqAHZ
— ANI (@ANI) March 7, 2024
પીએમ મોદીએ શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રો આપ્યા
વડાપ્રધાને શહીદોના પરિવારજનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. પીએમ મોદીએ રાબિયા મુસ્તફાને નિમણૂક પત્ર સોંપ્યો હતો. રાબિયાના પતિ કોન્સ્ટેબલ સૈફુલ્લા કાદરી આતંકી હુમલામાં શહીદ થયા હતા.
મોદીએ શંકરાચાર્ય હિલ્સના દર્શન કર્યા
Upon reaching Srinagar a short while ago, had the opportunity to see the majestic Shankaracharya Hill from a distance. pic.twitter.com/9kEdq5OgjX
— Narendra Modi (@narendramodi) March 7, 2024
વડાપ્રધાનની એક ઝલક જોવા માટે સ્ટેડિયમ ભીડ ઉમટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે સ્ટેડિયમમાં ભીડ ઉમટી છે. લોકો ખુશીથી ઝુમતા જોવા મળે છે. કાશ્મીર ઘાટીના દસ જિલ્લાના લોકો શ્રીનગર પહોંચી ગયા છે. સ્ટેડિયમ ઉપરાંત શ્રીનગર સહિત ઘાટીમાં અલગ-અલગ સ્થળોએ એલઈડી સ્ક્રીન લગાવવામાં આવી છે.
VIDEO | Huge crowd gathers at #Srinagar's Bakshi Stadium to attend the 'Viksit Bharat Viksit Jammu Kashmir' programme in which PM Modi will also participate.
PM Modi will dedicate to nation about Rs 5000 crore worth schemes for boosting agri-economy in #JammuAndKashmir.
(Full… pic.twitter.com/BW4wgAQ5Io
— Press Trust of India (@PTI_News) March 7, 2024
હજારો સૈનિકો સુરક્ષામાં તહેનાત, શાળા-કોલેજો બંધ, બોર્ડની પરીક્ષાઓ મોકૂફ
વડાપ્રધાન મોદીની શ્રીનગર મુલાકાતને કારણે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. VVIP મુવમેન્ટ દરમિયાન લોકોની અવરજવર રોકવા માટે ઘણી જગ્યાએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. દેખરેખ માટે ડ્રોન અને સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બખ્શી સ્ટેડિયમના બે કિલોમીટરના દાયરામાં સુરક્ષા દળો પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા છે. જ્યારે ગુરુવારે યોજાનારી બોર્ડની પરીક્ષાઓ આવતા મહિના સુધી સ્થગિત કરવામાં આવી છે.