PM મોદી ઇન્ડોનેશિયાના બાલીની મુલાકાતે છે. જ્યાં તેઓ G-20 સમિટમાં ભાગ લઇ રહ્યાં છે. ત્યારે આ દરમ્યાન PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ છે.
PM મોદી આજ રોજ ઇન્ડોનેશિયાના બાલીમાં G-20 સમિટ દરમિયાન આઠ દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડાપ્રધાન મોદી ઈન્ડોનેશિયા, સ્પેન, ફ્રાન્સ, સિંગાપોર, જર્મની, ઈટાલી, ઓસ્ટ્રેલિયા અને યુનાઈટેડ કિંગ્ડમના નેતાઓ સાથે આજે દ્વિપક્ષીય બેઠક કરશે. આ દેશો સાથે પીએમ મોદીની દ્વિપક્ષીય બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે આ દેશો સાથે દ્વિપક્ષીય સમજૂતી પર ચર્ચા થવાની શક્યતા છે. જોકે એ પહેલા આજે PM મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડનની એક તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ છે. જેમાં PM મોદી અને જો બાયડન દૂરથી એકબીજાનું અભિવાદન કરતા જોવા મળી રહ્યાં છે. આ તસવીર જોઇને લોકોએ કહ્યું ‘આ છે ભારતની તાકાત.’
- Advertisement -
આ સિવાય ગઇકાલે G-20 શિખર સંમેલનના પ્રથમ દિવસે પણ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી હાથ મિલાવ્યા હતા. ત્યારે આ વીડિયો અને ફોટો એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધ ખૂબ જ મહત્વના છે.
PM Modi and US President Biden exchange greetings at the Mangrove forest visit in Bali, Indonesia during the #G20Summit2022 pic.twitter.com/qv7cqKWmab
— ANI (@ANI) November 16, 2022
- Advertisement -
જુઓ PM મોદીનો આજનો શું છે સંપૂર્ણ કાર્યક્રમ?
તમને જણાવી દઇએ કે, આજે વહેલી સવારમાં પીએમ મોદીએ G-20 નેતાઓ સાથે ઈન્ડોનેશિયાના બાલી સ્થિત મેન્ગ્રોવ ફોરેસ્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેઓએ જી-20ના તમામ નેતાઓ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ પીએમ મોદીએ 8 દેશોના નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. ત્યાર બાદ હવે વડાપ્રધાન મોદી સવારના 11 વાગ્યાથી G-20 સમિટના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સેશનમાં ભાગ લેશે. બાદમાં બપોરના 12:30 વાગ્યે ઇન્ડોનેશિયા ભારતને G-20નું અધ્યક્ષ પદ સોંપશે. ત્યાર પછી PM મોદી તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બાદમાં સાંજના 4:15 કલાકે પીએમ મોદી બાલીથી દિલ્હી જવા રવાના થશે.
ભારતને મળશે G-20નું અધ્યક્ષ પદ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ બાલી સમિટના સમાપન સમારોહમાં ભારતને G-20 સમિટનું અધ્યક્ષ પદ સોંપશે. ભારત સત્તાવાર રીતે 1 ડિસેમ્બર 2022 થી G-20નું અધ્યક્ષ પદ ગ્રહણ કરશે. ત્યાર બાદ ભારત 2023માં યોજાનારી G-20 સમિટની યજમાની કરશે.
PM @narendramodi and @POTUS @JoeBiden interact during the @g20org Summit in Bali. pic.twitter.com/g5VNggwoXd
— PMO India (@PMOIndia) November 15, 2022
ગલવાન સંઘર્ષ બાદ PM મોદી અને શી જિનપિંગ વચ્ચેની પ્રથમ મુલાકાત
G20 શિખર સંમેલનમાં PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે બાલીમાં હેન્ડશેક સાથે મુલાકાત કરી એકબીજાનું અભિવાદન કર્યું હતું. એપ્રિલ 2020માં ચીનની PLA અને ભારતીય સેનાના ગલવાન સંઘર્ષ બાદ બંને નેતાઓની આ પ્રથમ સાર્વજનિક મુલાકાત કહેવાય છે.
તદુપરાંત ઈન્ડોનેશિયાના બાલીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો તરફથી આયોજીત G-20 ડિનરમાં PM મોદીએ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન સાથે પણ મુલાકાત કરી હતી. આ સિવાય વડાપ્રધાન મોદીએ મંગળવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી.
#WATCH | Prime Minister Narendra Modi meets Chinese President Xi Jinping and US Secretary of State Antony Blinken at G20 dinner hosted by Indonesian President Joko Widodo in Bali, Indonesia.
(Source: Reuters) pic.twitter.com/nZorkq4R1Y
— ANI (@ANI) November 15, 2022
PM મોદી અને ઋષિ સુનક વચ્ચે પણ થઇ હતી પ્રથમ મુલાકાત
ગયા મહિને જ બ્રિટનના વડાપ્રધાન તરીકે ઋષિ સુનકે પદભાર સંભાળ્યા બાદ PM મોદી અને ઋષિ સુનક બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. આ મુદ્દે ખુદ PMOએ ટ્વિટ કરીને કહ્યું હતું કે બાલીમાં G-20 સમિટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકે એકબીજા સાથે ચર્ચા કરી.