સંસદનું શિયાળુસત્ર આજથી શરૂ થઇ રહ્યું છે. આ સત્રમાં હાજરી આપવા વડાપ્રધાન મોદીએ સંસદની બહાર મીડિયાને સંબોધિત કર્યા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાજનૈતિક માહોલ ગરમાયો છે. કુલ ચાર રાજ્યોના ચુંટણીના પરિણામ આવી ગયા છે. પરિણામ ઘણા જ ઉત્સાહજનક રહ્યા છે. તેમજ આ પરિણામો એના માટે ઉત્સાહજનક છે, જે લોકોની ભલાઇ માટે, દેશ માટે, કે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કમિટેડ છે.
#WATCH | Winter Session of Parliament | PM Narendra Modi says, "I have been urging for your (Opposition) cooperation in the House. Today, I also speak politically – it is beneficial for you too if you give a message of positivity to the country. It is not right for democracy if… pic.twitter.com/d2FjMDPR6i
- Advertisement -
— ANI (@ANI) December 4, 2023
વડાપ્રધાન મોદીએ 4 મહત્વપૂર્ણ જાતિ ગણાવી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર સમાજ અને સમગ્ર સમૂહની મહિલાઓ, યુવા દરેક સમુદાય અને સમાજના ખેડૂતો અને મારા દેશના ગરીબો, આ 4 એવી મહત્વપૂર્ણ જાતિ છે, જે સશક્તિકરણ, તેમના ભવિષ્યને સુનિશ્ચિત કરવાની યોજનાઓ અને છેલ્લા વ્યકિત સુધી પહોંચવા માટે નીતિ પર ચાલવું, અને ભરપૂર સમર્થન મળે છએ. જયારે ગુડ ગવર્નસ અને જનહિતના સમર્થન મળે છે તે એન્ટી ઇનક્બેંસી ઇરેલીવેંટ થઇ જાય છે. અમે જોઇ રહ્યા છીએ કે કોઇ આને ગુડ ગવર્નસ કહે છએ, તે કોઇ આને પ્રો એંકેબસી કહે છે. આ સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે.
- Advertisement -
#WATCH | Winter Session of Parliament | PM Narendra Modi says, "…Rajnaitik garmi badi tezi se badh rahi hai. Yesterday, the results of the four-state elections came out. The results are very encouraging – encouraging for those who are committed to the welfare of the common… pic.twitter.com/CqzAk1AFHH
— ANI (@ANI) December 4, 2023
વિપક્ષને આપી આ સલાહ
વડાપ્રધાને કહ્યું કે, લોકતંત્રનું આ મંદિર જે અપેક્ષાઓ માટે, વિકસિત ભારતની નીવને વધુ મજબૂત બનાવવા માટે ઘણું જ મહત્વપૂર્ણ મંચ છે. મારા બધા માનનીય સાંસદોને આગ્રહ છે કે, વધારે તૈયારી કરીને આવે અને સંસદમાં જે બિલ રાખ્યા તેના પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે.
#WATCH | Winter Session of Parliament | PM Narendra Modi says, "When there is good governance, when there is devotion to public welfare, the word "anti-incumbency" becomes irrelevant. You can call it "pro-incumbency" or "good governance" or "transparency" or "concrete plans for… pic.twitter.com/mtLGliuqkQ
— ANI (@ANI) December 4, 2023
વધુમાં જણાવ્યું કે, જો હું વર્તમાન ચુંટણીના પરિણામ પર કહું તો, તો વિપક્ષમાં બેઠેલા સાથીઓ માટે ગોલ્ડન તક છે. આ સત્રમાં હારનો ગુસ્સો કાઢવાની યોજના બનાવવા સિવાય, તેઓ હારથી શીખીને, છેલ્લા 9 વર્ષમાં ચાલી રહેલી નકારાત્મક પ્રવૃત્તિને છોડીને આ સત્રમાં જો સકારાત્મકતાની સાથે આગળ વધે તો દેશને તેમના તરફ જોવાનો દષ્ટિકોણ બદલાય જાય. દેશની નકારાત્મકતાને નકારી શકાય છે. સત્રના પ્રારંભમાં વિપક્ષના સાથિઓની સાથે અમારો વિચાર વિમર્શ થયો છે, બધાના સહયોગ માટે અમે હંમેશા આગ્રહ રાખીએ છીએ. આ વર્ષે આ બધી પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે આકાર લેશે.