વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક જનસભાને સંબોધિત કરતા અશોક ગહલોત અને કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યા હતા. જ્યાં ઉપસ્થિત ભીડને જોઇને ગદગદ થતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સમગ્ર રાજસ્થાન, સમગ્ર મેવાડ શું વિચારી રહ્યું છે એ સાચે જ ચિત્તોડગઢમાં દેખાઇ રહી છે. હું પાર્ટીનો આભારી છું કે, મને તમારા લોકોની વચ્ચે આવવાનો મોકો મળ્યો.
#WATCH | At Chittorgarh, Rajasthan: Prime Minister Narendra Modi says, "What happened in Udaipur was not even imagined by anyone… People come on the pretext of getting clothes stitched and cut the throats of tailors without any fear or dread… Congress saw a vote bank even in… pic.twitter.com/YdUjJFCu5h
- Advertisement -
— ANI (@ANI) October 2, 2023
ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો
ઉદયપુરના કન્હૈયાલાલ હત્યાકાંડનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે કોંગ્રેસ સરકાર લોકોની સુરક્ષા નથી કરી શકતી, તેઓને હટાવવી જરૂરી છે. જો ઉદયપુરમાં થયું, ત્યાં કોઇએ એ ઘટનાની કલ્પના પણ કરી નહીં હોય. જે રાજસ્થાનના દુશ્મનો પર પણ પીઠ પર પાછળથી વાર કરવાની પંરપરાને જીવી છે, તે રાજસ્થાનની ધરતી પર કપડા સિવડાવવાના બહાને લોકો આવે છે અને કોઇ ડર વગર ટેલરનું ગળું કાપી નાખે છે.
- Advertisement -
#WATCH | At Chittorgarh, Rajasthan: Prime Minister Narendra Modi says, "I feel pain when atrocities take place against daughters anywhere in the country but Congress has made this a tradition in Rajasthan… Every woman and daughter of Rajasthan is saying Bjp will come to power… pic.twitter.com/UxkmJfPmHu
— ANI (@ANI) October 2, 2023
તેમણે વધુમાં કહ્યું કે, જે મેવાડથી સમાચાર આવ્યા છે તે મનદુ:ખ થયું છે. ગુનાના કેસમાં રાજસ્થાન ટોચ પર છે. ભડકેલી હિંસામાં ક્યું રાજ્ય ટોપ પર આવે તો, તે રાજસ્થાન છે. ખૂબજ દુ:ખ સાથે એ પૂછવું પડે છે કે શું આ કારણે કોંગ્રેસને વોટ આપ્યો હતો.
પેપર લીક માટે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર
પેપર લીકના કેસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રાજસ્થાનના યુવાનોને વચન આપું છું કે, પેપર લીક માફિયાને પાતાળમાં પણ જઇને હિસાબ કરવામાં આશે. તેમને કડક સજા કરવામાં આવશે. કોંગ્રેસ વોટ મેળવવા માટે અલગ અળગ રસ્તા અપનાવી રહી છે.
“It pains me Rajasthan tops in crime list…”: PM Modi turns emotional, attacks Congress in Chittorgarh rally
Read @ANI Story | https://t.co/WrvI00kg6Z#PMModi #Congress #Chittorgarh #Rajasthan pic.twitter.com/ZYR1sLa0Fu
— ANI Digital (@ani_digital) October 2, 2023
INDIA ગઠબંધન પર નિશાન સાધ્યું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ઘમંડી ગઠબંધનના નેતા મહિલાઓને લઇને કેવી-કેવી અપમાનજનક વાતો કરે છે, જે આજ સુધી અમે જોતા આવ્યા છિએ. તેઓ ઇચ્છતા જ નથી કે, મહિલાઓને તેમના હક મળે, જેના માટે બહાનું બની રહ્યું છે. જાતિ-ધર્મના નામ પર ભ્રમ ફેલાવી રહ્યા છે. ગહલોતજીને એક પ્રકારથી ભાજપની પ્રશંસા કરી છે. આજકાલ તેઓ આગ્રહ કરી રહ્યા છે કે, ભાજપ સરકાર બનવ્યા પછી તેમની યોજનાઓને બંધ નકરવામાં આવે. પહેલા તો ભાજપ સરકાર બનવાની વાતનો સ્વીકાર કરવા માટે હું તેમનો આભાર વ્યક્ત કરૂ છું.
राजस्थान का चहुंमुखी विकास सिर्फ भारतीय जनता पार्टी ही कर सकती है। चित्तौड़गढ़ में विशाल जनसभा को संबोधित कर रहा हूं। जरूर देखें… https://t.co/nEkLicnVX7
— Narendra Modi (@narendramodi) October 2, 2023