વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમની જૂનાગઢની મુલાકાત સમયે અતિ વ્યસ્તસ્તા વચ્ચે પણ પીઢ અને જુના જનસંધી આગેવાન સ્વર્ગસ્થ નારસિંહભાઈ પઢિયારના સમગ્ર પરિવારજનોને મળીને તેમની સાથે વાતો કરી હતી.સ્વ.નારસિંહભાઈ અને તેમના પત્ની સ્વ. જીકુંવરબાને તેમણે યાદ કર્યા હતા સ્વ.નારસિંહભાઈના ત્રણેય પુત્રો મહેન્દ્રસિંહ, યોગેન્દ્રસિંહ (યોગીભાઈ),નરેન્દ્રસિંહ તેમજ બહેન ગીતાબેન તેમજ સહુ પરિવારજનોને પરિચય પુછી ખબર અંતર પૂછ્યા હતાં.નારસિંહભાઈના દીકરી ગીતાબેન ફક્ત આઠ મહિનાના હતા ત્યારે હેમાબહેન આચાર્યની આગેવાનીમાં જીકુંવરબા પઢિયારે કચ્છ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો.તે ઘટનાની યાદી કરી હતી, તો નાના પુત્ર નરેન્દ્રસિંહના જન્મ વખતે કટોકટી હતી તો તેને સહુ મીસા કુમાર તરીકે બોલાવતા તે વાત પણ કરી.યોગેન્દ્રસિંહ (યોગી)અને મહેન્દ્રસિંહનાં દિકરા જયસિંહને હાલમાં પાર્ટીમાં શું જવાબદારી છે ? એ વિશે પૂછપરછ કરી હતી. યોગેન્દ્રસિંહનાં પત્ની જેઓ શિક્ષકા છે અને ક્ધયા વિધા મંદિર, જોષીપુરા ખાતે સંસ્કૃત વિષય ભણાવે છે,તેમણે નરેન્દ્રભાઈને એક સુચન પણ કર્યું કે, નવી શિક્ષણ નીતિ ખુબ સારી છે , પણ સંસ્કૃત વિષય પ્રાથમિક ધોરણથી ફરજીયાત કરવામાં આવે તો સહુને દેવભાષાનું મહત્વ રહે.યોગીભાઈની દિકરી લેખાબા પણ સાઇકોલોજી વિષયમાં કોલેજ કરે છે તો હસતા હસતા તું દરેકને તે મુજબ શિખડાવજે આવી વાતો સહજતાથી કરી હતી.યોગીભાઇ પઢિયારે કહ્યું હતું કે,મારા પિતાજી નારસિંહભાઈ સાથે તેમણે કામ કર્યું છે,પણ તેમની ગેરહાજરીમા સમગ્ર પરિવારને મળવું એ જ તેમની મહાનતા છે.
જૂનાગઢમાં સ્વ.નારસિંહભાઇ પઢિયારનાં પરિવારને વડાપ્રધાન મળ્યાં
Follow US
Find US on Social Medias