રાહુલ ગાંધીના બચાવમાં બહેન પ્રિયંકા ગાંધી હવે ખુલ્લેઆમ મેદાને પડયા છે
ખાસ-ખબર સંવાદદાતા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ટ નેતા અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સીધો જ હુમલો શરૂ કરી દીધો હતો અને કહ્યું હતું કે ” અગ્રીમ વિપક્ષી નેતાઓએ રાષ્ટ્ર માટે લડત આપી હતી અને આપી પણ રહ્યા છે. તેમને નરેન્દ્ર મોદી ચોર કહે છે.” આ રીતે પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીએ કરેલી ” ટિપ્પણી અંગે, ભાજપના જ એક સભ્ય દ્વારા કરાયેલા માનહાની કેસ સામે પણ વળતા પ્રહારો કરી દીધા હતા.
- Advertisement -
આ સાથે પ્રિયંકા ગાંધીએ આજે પત્રકારોને કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે તે એ નેતાઓ છે કે જેમણે રાષ્ટ્ર માટે સંઘર્ષ કર્યો હતો અને જનતાના પ્રશ્નોને અવાજ આપ્યો હતો. તે સર્વવિદિત છે કે કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં કોલાટમાં યોજાયેલી એક જાહેર સભાને તેઓની ’ભારત-જોડો-યાત્રા” વિરામ સમયે સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં તેઓએ માત્ર અટક ધરાવતી એક બે વ્યક્તિઓનો ઉલ્લેખ કરતા કટાક્ષ કર્યો હતો કે ” કેમ બને છે કે દરેક ચોરની અટક મોદી જ છે.
આ રીતે રાહુલે વાસ્તવમાં વડાપ્રધાન ઉપર પણ આડકતરી ટીકા કરી હતી.” તે પછી પૂર્ણેશ મોદી નામના એક ભાજપ કાર્યકરે રાહુલ ગાંધી ઉપર અપરાધિક માનહાનીનો સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં તેઓને બે વર્ષની સજા કરવામાં આવી હતી. અત્યારે તો આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. જેમાં હવે પછીની સુનાવણી ચોથી ઓગસ્ટે થવાની છે. ટૂંકમાં તે ” શબ્દને જ કેન્દ્રમાં રાખી કોંગ્રેસ-મહામંત્રી-પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન ઉપર વળતા પ્રહારો કર્યો છે.