ખાસ-ખબર ન્યૂઝ જસદણ
ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના પારેવાળા ગામની સરકારી પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધી હતી.આમ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના આદેશ અનુસાર વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટીકલ જ્ઞાન આપવું જરૂરી છે તે અનુસંધાને જસદણ તાલુકાના પારેવાળા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધી હતી. આમ જસદણ ન્યાયાલયની મુલાકાત દરમિયાન એ.પી.પી. શ્રીમતી કે.એમ.ચૌધરીએ બાળકોને શૈક્ષણિકની સાથે કાયદાકીય માર્ગદર્શન આપેલ તેમજ વિદ્યાર્થીઓએ જસદણ ન્યાયાલયના તમામ વિભાગની તેમજ કોર્ટ રૂમની મુલાકાત લીધી હતી
- Advertisement -
. આ તકે એડવોકેટ રમેશભાઈ નાગાણી, મહાવીરભાઈ બસીયા, વિપુલભાઈ હતવાણી, નદિમભાઈ ધંધુકિયા, મનુભાઈ દાફડા, પ્રકાશ પ્રજાપતી અને ઘણા બધા એડવોકેટઓ હાજર રહેલ અને અંતે વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો.આ સાથે જસદણ ન્યાયાલયના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તેમજ તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન કે.એન.દવે તેમજ નામદાર મહેરબાન એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી.એ.ઠક્કર તથા રજીસ્ટર એમ.બી પંડ્યા તથા લીગલ વિભાગના સેક્રેટરી જે.એ.સોયાએ જસદણ ન્યાયાલયની મુલાકાત લીધેલ પારેવાળા સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્કૂલના આચાર્યનો તથા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.