2 ડિસેમ્બરના રોજ રિલીઝ થનારી ધમણ ફિલ્મમાં જેનિશનો મહત્વ રોલ, આ ફિલ્મ 6 ભાષામાં લોન્ચ થશે
હિન્દી સિરીયલો અહિલ્યાબાઈ, મેરે સાંઈ, ભીમરાવ આંબેડકર, વિઘ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણ સહિત અનેક સિરીયલોમાં કામ કરી ચુક્યા છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રઘુવંશી સમાજમાંથી આવતા જેનિશ બુધ્ધદેવે રાજકોટનું ગૌરવ વધાર્યુ છે. માત્ર 16 વર્ષની ઉંમરે જેનિશે અનેક નામાંકીત હિન્દી સિરીયલોમાં કામ કર્યુ છે તા. 2 ડિસેમ્બરે રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ’ધમણ’માં પણ તેઓનું એક મહત્વનું પાત્ર છે. જેનિશ બુધ્ધદેવે કેટલીક હિન્દી સિરીયલો જેવી કે, રાણી અહીલ્યાબાઈ, મેરે સાંઈ, ડો. ભીમરાવ આંબેડકર, વિઘ્નહર્તા ગણેશ, રાધાકૃષ્ણ, કર્યું છે. જેનિશ મૂળ રાજકોટના છે. તેઓએ જણાવ્યું હતું કે, મારા પિતરાઈ ભાઈ વરૂણ બુધ્ધદેવને એકટીંગ કરતાં નિહાળતા મને પણ એકટીંગનો શોખ જાગ્યો બસ ત્યારથી નકકી કરી લીધુ મારે અભિનેતા જ બનવું છે. વરૂણ બુધ્ધદેવને બેસ્ટ ચાઈલ્ડ એકટરનો એવોર્ડ મળેલો છે. 16 વર્ષના આ યુવા કલાકાર કહે છે આગામી 2 ડિસેમ્બરના રોજ ગુજરાતી ફિલ્મ ‘ધમણ રિલીઝ થઈ રહી છે. તેમાં પણ મારૂ મહત્વનું પાત્ર છે. આ ફિલ્મ છ ભાષામાં લોન્ચ થશેં. દેશભરમાં એકસાથે રિલીઝ થનારી આ ફિલ્મમાં એકમાત્ર રાજકોટનો કલાકાર છે અન્ય કલાકારો અમદાવાદ સહિતના શહેરોના છે બોલીવુડ સુપરસ્ટાર અક્ષય કુમાર અને કિયારા અડવાણી પોતાના ફેવરીટ હોવાનું જણાવી જેનીશે કહ્યું હતું કે ફિલ્મ સિટી માં અક્ષય કુમાર સાથે મુલાકાત થઈ હતી તેમણે જેનીશને શુભેચ્છા પણ પાઠવી હતી.
પ્રસિદ્ધ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુના પાત્ર માટે જેનીશે ઓડિશન આપ્યું હતું પરંતુ મૂળભૂત કલાકાર પાછા આવતા આ ઓડિશન મુલતવી રહ્યું હતું તારક મહેતા ના બાપુજી વાગલે કી દુનિયા ફેમ નયન શુક્લા પણ જેનિસના સંપર્કમાં છે ધમણ ફિલ્મની કથા વસ્તુ મા સોશિયલ અને કોમેડિયન મસાલા સાથે આ ફિલ્મ પારિવારિક માહોલમાં માણવા જેવી છે આ ફિલ્મ અવશ્યપણે સફળ થશે તેમ કલાકારોએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.